DAHODDAHOD CITY / TALUKOGUJARAT

પરીવારથી વિખુટો પડી ગયેલ બાળકીઓને તેઓના પરીવાર સાથે સુખદ મિલન કરાવતી દાહોદ રેલ્વે પોલીસ GRP

તા.૨૧.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

DAHOD:પરીવારથી વિખુટો પડી ગયેલ બાળકીઓને તેઓના પરીવાર સાથે સુખદ મિલન કરાવતી દાહોદ રેલ્વે પોલીસ GRP

દાહોદ રેલ્વે વિસ્તારમાં રેલ્વે પોલીસની પેટ્રોલીંગ દરમિયાન બે બાળકીઓ નજરે પડી હતી જેઓની રેલ્વે પોલીસે શાંતિપૂર્ણ રીતે વાતચીત કરતા બંને બાળકીઓ પરિવારથી વિખુટી પડી ગયેલ હોવાનું રેલ્વે પોલીસને જણાતા રેલ્વે પોલીસે તાત્કાલિક ધોરણે બંને બાળકીઓના વાલી વારસની શોધખોળ હાથ ધરી શોધખોળના અંતે માતા-પિતા મેમુ ટ્રેનમાંથી મળી આવ્યા હતા અને બંને બાળકીઓને સહી સલામત તેઓના પરિવારજનો સાથે સુખદ મિલન કરાવતા પરિવારજનોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.વડોદરા વિભાગના પોલીસ અધિક્ષક અભય સોની સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક જી.એસ.બારીયાની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ રેલ્વે સ્ટેશનો પર ગુનાખોરી ડામવા તેમજ બિનવારસી બાળકોની શોધખોળ માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ૧૩ માર્ચ, ૨૦૨૬ ના રોજ દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.બી.રાઠોડની સૂચનાથી સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી.દાહોદ રેલ્વે પોલીસ દ્વારા રેલ્વે સ્ટેશન હદ વિસ્તારમાં બનતા ચોરીના ગુનાઓ શોધી કાઢવા તથા “ MISSION SAFE STATION ” તથા “ પ્રોજેક્ટ મિલાપ ” સાર્થક કરવા તેમજ બિનવારસી બાળકો-મહીલાઓની તપાસમાં રહેવા અનુસંધાને દાહોદની રેલ્વે પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે ગતરોજ સર્વેલન્સ ડ્યુટીના પોલીસ માણસો સ્ટેશન પર પેટ્રોલિંગમાં હાજર હતા  ૧૨:૦૦ વાગે ના આસપાસ પ્લેટફોર્મ નં-૧ ઉપર ટ્રેન નં-૧૯૦૧૨ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન સમયે હાજર પોલીસ હેડ કોન્સ.દીપકકુમાર સનાતસિંહ બ.નં.૯૧૨ પોલીસ કોન્સ.દિલીપકુમાર હિમસિંહ બ.નં.૭૫૩ નાઓને બે બાળકીઓ પ્લેટફોર્મ નં -૧ ઉપર બિનવારસી હાલતમાં બેઠેલ મળી આવતા બાળકીઓને દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા તેણે પોતાનું નામ (૧) આર્યન (નામ બદલેલ છે) (૨) જગુ (નામ બદલેલ છે) (રહે.પરોલીયા તા.જી.ઝાબુઆ) વાળી હોવાનું જણાવેલ બાળકીઓને તેઓના વાલી વારસોની સંપર્ક કરતા વાલી વારસો મળી આવતા સદર બાળકીઓનો કબજો તેના પિતાજીને સુપ્રત કરી દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશનની પ્રસંશનીય કામગીરી કરી હતી. બંને બાળકોના વાલી વારસ દ્વારા રેલવે પોલીસનો આભાર પણ માન્યો હતો.

Back to top button
error: Content is protected !!