દાહોદ રામાનંદ પાર્ક અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ દ્વારા 77માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
AJAY SANSIJanuary 27, 2026Last Updated: January 27, 2026
2 1 minute read
તા.૨૭.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રામાનંદ પાર્ક અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ દ્વારા 77માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
આજ રોજ દાહોદ જિલ્લા માં સૌથી આગવું સ્થાન ધરાવતા રામાનંદ પાર્ક દાહોદ ખાતે પરમ પૂજ્ય આદરણીય મહામંડલેશ્વર 1008 શ્રી જગદીશદાસજી મહારાજ ના પાવન સાનિધ્યમાં રમેશભાઈ પંચાલ ના વરદ હસ્તે ધ્વજ વંદન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ પ્રસંગે રામાનંદ પાર્ક દાહોદ અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લાના કાર્યકર્તા ઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી અને રામાનંદ પાર્ક થી સ્ટેશન રોડ દાહોદ સુધી વંદે માતરમ્ ના જયઘોષ સાથે ભવ્ય તિરંગા રેલી કાઢવામાં આવી. આ પ્રસંગે રામાનંદ પાર્ક ના મીડિયા પ્રભારી નરેશભાઈ ચાવડા, રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત ના પ્રદેશ પ્રચારક રીન્કેશ પ્રજાપતિ, દાહોદ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રધ્ધાબેન ભડંગ, રમેશભાઈ પંચાલ, રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા અધ્યક્ષ મહાદેવ દામોદર તથા સમગ્ર દાહોદ જિલ્લા ટીમ, અમૃતભાઈ પ્રજાપતિ, ભાજપા દાહોદ જિલ્લા કાર્યાલય મંત્રી હીરાલાલ સોલંકી, વિભાબેન વૈષ્ણવ, શીલાબેન જાટ, રાહુલભાઇ સંગાડિયા વિગેરેની ભવ્ય ઉપસ્થિતિ રહી. કાર્યક્રમમાં બે બાળાઓ જેમાં એક દીકરી ભારતમાતા અને બીજી દીકરીએ રાષ્ટ્રભક્તિ ગીત ગાઈ કાર્યક્રમ ની શાનમાં વધારો કર્યો. દાહોદની બાળ કલાકાર અક્ષરા મુકેશભાઈ પ્રજાપતિ દ્વારા દેશભક્તિ ગીત ગાઈ સૌમાં દેશપ્રેમ ની ભાવના જગાડી. દાહોદ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રધ્ધાબેન ભડંગ દ્વારા ભારત માતા બનેલ અનુષ્કા મહાદેવભાઈ દામોદરને અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત ના પ્રદેશ પ્રચારક રીન્કેશ પ્રજાપતિ દ્વારા બાળ કલાકાર અક્ષરા મુકેશભાઈ પ્રજાપતિ ને ખેસ પહેરાવી સન્માનિત કર્યા
Sorry, there was a YouTube error.
AJAY SANSIJanuary 27, 2026Last Updated: January 27, 2026