
તા.૧૩.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રાષ્ટ્રીય હિન્દુ સંઘ દ્વારા ઉત્તરાયણ પર્વ અને ભગવાન માંધાતા પ્રાગટ્ય દિવસની ભગવામય શુભકામનાઓ પાઠવવામાં આવી
આજ રોજ દાહોદ જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી લીમખેડા ખાતે રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા અને પરમ પૂજ્ય આદરણીય મહંતશ્રી સુરેશદાસ જી મહારાજ દ્વારા ઉત્તરાયણ પર્વ અને પૃથ્વી સમ્રાટ ભગવાન શ્રી માંધાતા ના પ્રાગટ્ય દિવસની ભગવામય શુભકામનાઓ પાઠવવામાં આવી. આ પ્રસંગે આદરણીય મહંતશ્રી દ્વારા ચાઇનીસ દોરીનો ઉપયોગ નહીં કરવા, ટુ વ્હીલર ગાડી ધીમે ચલાવવા, તથા પશુ પંખી ઓ ને ઇજા ના પહોંચે તે રીતે સુરક્ષિત રીતે ઉજવણી કરવા આહવાન કરવામાં આવ્યું





