
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
આઈ.સી.ડી.એસ ઘટક-૧ મેઘરજના પટેલઢુંઢાં-૨ સેજાકીય પોષણ ઉત્સવ કાર્યક્રમ મોટી મોયડી ખાતે યોજાયો
પોષણ ઉત્સવ ૨૦૨૪ અન્વયે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અને સંકલિત બાળ વિકાસ યોજના શાખા,જીલ્લા પંચાયત અરવલ્લીના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ ઘટક-૧ મેઘરજના પટેલઢુંઢાં-૨ સેજાકીય પોષણ ઉત્સવ કાર્યક્રમ આજ રોજ મોટી મોયડી ખાતે રમીલાબેન ન્યાય સમિતીના ચેરમેન ની અધ્યક્ષસ્થાને યોજાયો.જેમાં સરપંચ મહેશભાઈ,સી.ડી.પી.ઓ બ્રમ્હભટ્ટ મનીષાબેન,મુખ્ય સેવીકા રૂપલબેન તેમજ ગામેગામની મહિલાઓ,કિશોરીઓ ખુબ મોટી હાજરીમાં ઉપસ્થિત રહેલા હતા.આ કાર્યક્રમમાં આંગણવાડીમાં મળતા ટી.એચ.આર ના પેકેટ બાલશક્તિ, માતૃશક્તિ,પૂર્ણશક્તિના પેકેટમાંથી બનતી વાનગીઓ, મિલેટમાંથી બનતી વાનગીઓ અને સરગવામાંથી બનતી વાનગીઓ લાભાર્થી માતાઓ અને કિશોરીઓ દ્વારા બનાવડાવીને વાનગી હરીફાઈ આયોજન થયેલ છે.જેમાં ૯ વિજેતા બહેનોને ઇનામ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવેલ છે.કાર્યક્રમમાં ટીએચઆર પેકેટમાંથી મળતા પોષકતત્વો,મિલેટ ખાવાના ફાયદા,સરગવો રોજબરોજ વપરાશમાં લેવાથી થતા ફાયદા વિષે અને બજારુ વાનગીઓ પેકેટના ખાવા,સ્વચ્છતા જાળવવા લોકોને સમજાવવામાં આવ્યુ હતું.




