
તા.૦૩.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રૂલર પોલિસ દ્વારા દાહોદના મુવાલિયા ક્રોસિંગ પર ટ્રાફિક ડ્રાઈવ ચલાવામાં આવી જેમા રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને રોકી ગુલાબનું ફુલ આપી ટ્રાફિક નિયમોનું પાલનકરવા સલાહ સૂચન આપવામાં આવ્યા
દાહોદ શહેર સહિત જિલ્લામાં વાહન ચાલકોની પૂર ઝડપ અને પોતાનું વાહન ગફલત ભરી રીતે ચલાવવાના કારણે દિન પ્રતિદિન અકસ્માતોની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.તેવા અકસ્માતોને નિયત્રણ લાવવા દાહોદ શહેર સહિત જિલ્લા પોલીસ તેમજ RTO લોકોમા જાગૃતિ આવે તેવા અનેકો કાર્યક્રમ કરી રહી છે.જેમાં આજરોજ દાહોદ રૂલર પોલિસ સ્ટેશનના પી.આઇ.ડી.એમ.ઢોલ ના સુચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ.ગોહિલ.સબ ઇન્સ્પેક્ટર આર.આર.સોલંકી અને દાહોદ રૂલર પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ દ્વારા દાહોદના મુવાલિયા ક્રોસિંગ પર રોંગ સાઈડ થી આવતા.તેમજ પોતાના વાહનો પૂર ઝડપે દોડાવી લાવતા તેવા વાહન ચાલકોને રોકી તે વાહન ચાલકોને ગુલાબનો ફુલ આપીને ટ્રાફિક નિયમનો પાલન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યા હતા સાથે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવું સાથે વાહન ચલાવતા સમયે હેલ્મેટ ફરજિયાત પહેરવા દાહોદ ગ્રામ્ય પોલીસ દ્વારા સુચના આપવામાં આવી હતી અને તમામ વાહન ચાલકોને આપનું જીવન તમારા પરિવાર માટે અમૂલ્ય છે તેવું જણાવવામાં પણ આવ્યું હતું




