DAHODGUJARAT

દાહોદ સખી”વન સ્ટોપ સેન્ટરએ અમદાવાદ જિલ્લાના વટવા તાલુકાની એક માનસિક રીતે અસ્વસ્થ બહેનને ઘર સુધી પહોંચાડી

તા.૨૬.૧૦.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ સખી”વન સ્ટોપ સેન્ટરએ અમદાવાદ જિલ્લાના વટવા તાલુકાની એક માનસિક રીતે અસ્વસ્થ બહેનને ઘર સુધી પહોંચાડી

ભારત સરકાર પુરસ્કૃત અને મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ છેલ્લા પાંચ વર્ષથી ૨૪ કલાક કાર્યરત છે જેમાં અત્યાર સુધીના રાજ્ય તેમજ અન્ય રાજ્યના કોઈ કારણોસર પરિવારથી વિખુટા પડી ગયેલ હોય કે ક્યારેક પોતાની નબળી માનસિક સ્થિતિના કારણે પરિવારથી દૂર થઈ ગયેલ હોય તેવી અરજદાર બહેન ને ઘર સુધી પહોંચાડવા મા સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ સફળ રહ્યું છે આમ આવીજ રીતે તારીખ : ૨૪/૧૦/૨૦૨૪ ના રોજ એક બહેન ગોદી રોડ દાહોદ વિસ્તારમાં બિન વારસી હાલતમાં જોવા મળતા બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અરજદાર બહેનને સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે મૂકવામાં આવેલ હતા જેમાં બહેનને સાંત્વના આપી મહિલા અને બાળ અધિકારી રોહન ચૌધરી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પંકજ પટેલ ના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર ના કર્મચારીઓ દ્વારા તબીબી સારવાર આપી તેમની સાથે સતત કાઉન્સિલિંગ કરતા અરજદાર બહેને તેમના પરિવાર ની થોડી માહિતી આપતા કેસવર્કર અંજલીબેન દ્વારા તેમના પરિવારને શોધવા માટે અમદાવાદ વટવા પોલીસ સ્ટેશન નો સંપર્ક કરી તેમના પરિવારની માહિતી આપેલ હતી ત્યારબાદ તેમને સખી વન સેન્ટર પર બોલાવવામાં આવેલ હતા અને આજ રોજ તારીખ : ૨૬/૧૦/૨૦૨૪ ના રોજ તેમના પરિવાર અરજદારને લેવા માટે આવેલ છે વધુમાં પરિવાર એ જણાવેલ કે તેમના દીકરીને છેલ્લા પાંચ વર્ષથી માનસિક રીતે બીમાર હોય જેથી અવારનવાર ઘરેથી નીકળી જતા હતા તેઓ દ્વારા ત્યાંના પોલીસ સ્ટેશન પર અરજદારની ફરિયાદ પણ નોંધાવેલ પરંતુ કોઈ માહિતી મળેલ ન હતી અને સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ થી ફોન આવતા તેઓ ખુશખુશાલ થઈ ગયેલ અને સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે આવી ગયેલ છે તેમ જણાવેલ જેથી તેમના ડોક્યુમેન્ટ ની ખરાઈ કરી અરજદાર બહેનને પરિવાર સાથે પુનઃસ્થાપન કરાવેલ છે તેમનો પરિવાર દાહોદ સખી વન સ્ટોપ સેન્ટર આવ્યા હતા ત્યારે જે મહિલાનો ભાઈ નાનો કલાકાર હતો તે તેને દાહોદ સખી વન સ્ટોપ સેન્ટર પર નાનો જાદુગર બતાવીને જે કાઉન્સિલિંગ કરતા અંજલિ બેન ને તેમની કલાથી એક ગુલાબનો ફૂલ બનાવીને દાહોદ સખી વન સ્ટોપ સેન્ટરનો ખુબ ખુબ આભાર વેક્ત કર્યો હતો આ રીતે “સખી” વન સ્ટોપ સેન્ટર દાહોદ પરિવાર સાથે અરજદાર બહેનને પુન:સ્થાપન કરાવવામાં સફળ રહ્યા છે

 

Back to top button
error: Content is protected !!