
તા.૩૧.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ સ્વામી વિવેકાનંદ સર્કલ પર રાષ્ટ્રીય ભાંતુ સાંસી સમાજ વિકાસ સંધ દ્રારા ૭૪ મુ સાંસી સમાજ મુક્તિ દિવસ નિમિતે વૃક્ષ વિતરણ અને બ્લડ ડોનેટ કેમ્પનો કાર્યક્રમ કર્યો
આઝાદી પહેલા અંગ્રેજોએ વર્ષ 1871માં “ક્રિમિનલ ટ્રાઈબ એક્ટ” બનાવીને દેશની કેટલીક જાતિઓને “ગુનેગાર જાતી” જાહેર કરી હતી. અંગ્રેજોએ સમગ્ર જાતિઓ ઉપર ગુનેગારનું લેબલ માર્યું હતું અને તેમની સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવતું હતું. એ જમાનામાં કાંટાળા તારના વાડા બનાવવામાં આવ્યા હતા અને સાંજ પડે ત્યારે આ કાયદામાં ઉલ્લેખેલી જાતિઓના તમામ લોકોને ગણતરી કરીને વાડામાં પુરી દેવામાં આવતા હતા. આપણા ગુજરાત રાજ્યના સ્થાપક શ્રી રવિશંકર મહારાજના પુસ્તક “માણસાઈના દીવા”માં પણ ક્રિમિનલ ટ્રાઈબ અને વિચરતી વિમુક્ત જાતી સાથે અંગ્રેજો દ્વારા કરવામાં આવતા અત્યાચારનો ઉલ્લેખ થયેલ છે.વિચરતી અને વિમુક્ત જાતી એટલે પોતાની ઓળખ વગરના અસંગઠિત લોકો. આખા દેશમાં જેમનું કોઈ રહેઠાણ ન હોય, સતત ભટકતું જીવન જીવતા હોય, રોજીરોટીની કોઈ વ્યવસ્થા ન હોય,શિક્ષણ કે સ્વાસ્થ્યની સુવિધા ન હોય, સતત હિનભાવનાથી જેમને જોવામાં આવતા હોય એવા સમાજના તરછોડાયેલા લોકોનો સમૂહ.સમાજના કોઈ એક વર્ગ કે જાતી સાથે સતત અન્યાય કરવામાં આવે, તેમને સતત અવગણના કરવામાં આવે, તેમને સંસાધનો અને સુવિધાઓથી દૂર રાખવામાં આવે, તેમને સતત અપમાનિત કરવામાં આવે, તેમને શિક્ષણથી વંચિત રાખવામાં આવે, તેમને સતત હડધૂત કરવામાં આવે ત્યારે તે વર્ગ કે જાતીએ પોતાનો જીવનનિર્વાહ કરવા માટે નાછૂટકે ગુનાઓ કરવા પડે છે. આજનો સભ્ય કે સુધરેલો સમાજ હજારો વર્ષોથી સુધરેલો નથી,પરંતુ આયોજનબદ્ધ રીતે કરેલા કેટલાય પ્રયત્નો, કાર્યક્રમો અને વ્યવસ્થા કર્યા પછી આજના સભ્ય સમાજમાં તબક્કાવાર રીતે પરિવર્તન આવતા આવતા આવતા આજે માંડ આટલે પહોંચ્યો છે. જો વર્ષોના સંગઠિત પ્રયાસો પછી આજનો સુધરેલો સમાજ સંકુચિત કે રૂઢિચુસ્ત માન્યતા ધરાવતો હોય તો પછી જે સમાજ / સમૂહને આગળ લાવવાના કોઈ જ પ્રયત્નો નથી થયા તે સમાજની હાલની સ્થિતિ ઉપર આપણે સુગ ન રાખવી જોઈએ. કોઈ વ્યક્તિ ચોરી કે લૂંટ કરે તે બાબત સભ્ય સમાજને નજરે દેખાય છે, પરંતુ સભ્ય સમાજ કે સત્તા દ્વારા કોઈ સમગ્ર જાતીને ગુનાઓ તરફ વળી જવું પડે, તેમની પાસે આગળ વધવાનો કોઈ રસ્તો ન રહે, તેમને સતત અવગણવામાં આવે, નિમ્ન દ્રષ્ટિથી જોવામાં આવે તે ગુનો ક્યારેય દેખાતો નથી અથવા સ્વીકારવામાં આવતો નથી. સામાજિક રીતે ઉપેક્ષિત અને અપમાનિત થયેલી જાતીઓ ઉપર અંગ્રેજો “ગુનેગાર જાતી”નું લેબલ મારીને જતા રહ્યા પરંતુ દેશ 1947માં આઝાદ થયો પછી પણ આ જાતીઓ ક્રિમિનલ એક્ટ હેઠળ ગુનેગાર ગણવામાં આવતી હતી.ભારત દેશ તો 1947માં આઝાદ થયો પણ આ જાતીઓ “ગુનેગાર”ના લેબલમાંથી, અપમાન અને તીરસ્કારભર્યા જીવનથી આઝાદ થઈ ન હતી. આખરે 31 ઓગષ્ટ 1952માં ભારત સરકાર દ્વારા આ કાળો કાયદો રદ્દ કરવામાં આવ્યો. આમ 31 ઓગસ્ટના રોજ આ તમામ જાતીઓ કાયદા દ્વારા લાગેલી ગુનેગારની કાળી ટીલીમાંથી મુક્ત થઈ હતી, આથી વિચરતી વિમુક્ત જનજાતિ મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે. ખેર, વિચરતી અને વિમુક્ત જાતીઓ ઉપર કાયદા વડે લાગેલું લેબલ તો દૂર થયું પરંતુ હવે સામાજિક રીતે પણ તેમની ઉપર લાગેલ અલગ અલગ પ્રકારના લેબલ દૂર થાય, તેઓ પ્રત્યેની તિરસ્કારભરી માનસિકતામાં બદલાવ આવે, તેઓને સમાન હક્ક મળે, તેઓને પણ શિક્ષણ, સ્વાસ્થ્ય અને પોતાની ઓળખ મળે, તેઓ પણ સંગઠિત થાય અને તેમને સાચી આઝાદી મળે તે માટે આપણે સૌએ સંઘર્ષ કરવાનો છે દાહોદ સ્વામી વિવેકાનંદ સર્કલ પર રાષ્ટ્રીય ભાંતુ સાંસી સમાજ વિકાસ સંધના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાહુલભાઈ ભાટ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ લક્ષ્મીબેન ભાટ, ગુજરાત પ્રેદેશ ઉપાધ્યક્ષ રાહુલભાઈ ભાના, ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ મુરલીભાઈ સીસોદીયા, ગુજરાત પ્રદેશ યુવા ઉપાધ્યક્ષવિમલભાઈ વર્માચરણસિંહ ઓઝા ગુજરાત પ્રદેશ સહ સચીવ,



