DAHODGUJARAT

દાહોદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સેવા સપ્તાહની ઉજવણી નિમિત્તે ગારખાયા વિસ્તારમાં નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યું

તા. ૦૧. ૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દાહોદ જિલ્લા દ્વારા સેવા સપ્તાહની ઉજવણી નિમિત્તે દાહોદ ગારખાયા વિસ્તારમાં નિશુલ્ક મેડિકલ કેમ્પ ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ની ઉપસ્થિતિમાં ઉજવાયો

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દાહોદ દ્વારા સેવા સપ્તાહ દિનાંક ૨૪ જૂનથી ૩૦ જૂન સુધી ઉજવણી કરવાની હોય તેના ભાગરૂપે દાહોદ ગારખાયા વિસ્તારમાં સેવા વસ્તી પર નિઃશુલ્ક મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ગરબાડા મત વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. કેમ્પનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જિલ્લાના સહમંત્રી કમલેશભાઈ ગુજૅર અને રાજકુમાર ગોમદાન દ્વારા કરવામાં આવ્યું. આ કેમ્પમાં ડૉ. મહેશભાઈ પંડ્યા ગરબાડા તથા મેડિકલ કોલેજ ઝાયડસના ડૉ. શિવમ શર્મા, ડો .વેદ રાના, ડૉ.દિનેશ મેવાડા , ડૉ.મીત ભટ્ટ ડૉ.દર્શિલ સિયોલા, ડૉ .દિવ્યાંગ માળી, ડૉ .વશિષ્ઠ પંડ્યા, ડૉ .તન્મય ચાંદડિયારા એ સેવા આપી હતી.
આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ દાહોદના જિલ્લા સહમંત્રી કિરણસિંહ ચાવડા,બજરંગ દળ સંયોજક રાજકુમાર ગોમદાન તેમજ નીરજ દરજી , વેદ પ્રકાશ મહાવર, ગોપાલભાઈ સોની, કિશોરભાઈ ડામોર, જય કિશન ગેહલોત સહિત અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો આ કેમ્પમાં ૬૦ જેટલા દર્દીઓ લાભ લીધો હતો

Back to top button
error: Content is protected !!