MALIYA (Miyana):માળિયાના ચીખલી ગામે પોલીસને બાતમી આપી હોવાની શંકા રાખી યુવાનને ચાર શખ્સોએ માર માર્યો
MALIYA (Miyana):માળિયાના ચીખલી ગામે પોલીસને બાતમી આપી હોવાની શંકા રાખી યુવાનને ચાર શખ્સોએ માર માર્યો
માળિયા તાલુકાના ચીખલી ગામે પોલીસને બાતમી આપી હોવાની શંકા રાખી યુવાનને ચાર શખ્સોએ માર માર્યો હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે
માળિયાના ચીખલી ગામે રહેતા શેખરભાઈ ચંદુભાઈ નગવાડીયા એ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને અગાઉ આરોપી પ્રકાશભાઈ વાઘજીભાઈ દેગામાં પર દારૂનો કેસ થયેલ હોવાની પોલીસને બાતમી આપી હોવાની શંકા રાખી આરોપી પ્રકાશભાઈ વાઘજીભાઈ દેગામાં, નવઘણભાઈ વાઘજીભાઈ દેગામાં, વાઘજીભાઈ નરશીભાઈ અને વસંતભાઈ વાધજીભાઈ દેગામા બોલાચાલી ઝધડો કરી ગાળો આપી આરોપી પ્રકાશભાઈ પગમાં લાકડાનો ધોકો મારવા જતા આરોપી વસંતભાઈ એ શેખરભાઈ ના કૌટુંબિક મામી એ વાળ પકડી નીચે પાડી દેતા ધોકો છટકી ને શેખરભાઈને લોહી નીકળી માથાના ભાગે ઈજા થતા તેમજ આરોપી પ્રકાશભાઈ, વાઘજીભાઈ અને વસંતબેને ઢીકા પાટુંનો માર મારી તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી ધમકી આપી માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે