દાહોદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો ધમધમાટ શરૂ
AJAY SANSI46 minutes agoLast Updated: April 9, 2026
0 1 minute read
તા.૦૯.૦૪.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ, રાજકીય માહોલ ગરમાયો
દાહોદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો ધમધમાટ શરૂ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પોતાના સમર્થકોના વિશાળ કાફલા સાથે ફોર્મ ભરવા માટે કચેરીએ પહોંચ્યા જિલ્લા પંચાયતની 50 બેઠકો અને 11 તાલુકા પંચાયતની 254 બેઠકો સહિત નગરપાલિકાની 36 બેઠકો પર આગામી સમયમાં જંગ જામશે ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે ઉમેદવારોની કોઈ યાદી જાહેર કરવામાં આવી નથી માત્ર આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયતની 39 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી મેદાન માર્યું ભાજપ અને કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી ફોર્મ ભરવા માટે સીધી સૂચના આપવામાં આવી ઉમેદવારો અને સમર્થકોની ભીડને પગલે જિલ્લાના રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવો અને ઉત્તેજના જોવા મળી રહી છે વિવિધ બેઠકો પર ઉમેદવારી નોંધાવવા પહોંચેલા દાવેદારોએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કરી શક્તિ પ્રદર્શન કર્યુ ચૂંટણી પ્રક્રિયાના આરંભ સાથે જ દાહોદ જિલ્લાના રાજકારણમાં હવે સીધી ટક્કરના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે
«
Prev
1
/
137
Next
»
જનતા જણાવે કે ગળું પકડનાર પાર્ટી જોઈએ છે કે પગ પકડનાર પાર્ટી: @gopalitaliaofficial #gopalitalia