દાહોદ જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતા સુરભી ગૌતમ (IAS)ને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી

તા.૧૮.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતા સુરભી ગૌતમ (IAS)ને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી
દાહોદ, સોમવાર:- રાજ્ય સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલી અને નિમણૂંક સંદર્ભે જાહેર કરાયેલા તાજેતરના હુકમ મુજબ દાહોદ જિલ્લાના નવા કલેક્ટર તરીકે સુરભી ગૌતમ (IAS)ની નિમણૂંક કરવામાં આવી છે. તેઓએ આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટર તરીકેનો વિધિવત્ત ચાર્જ સંભાળ્યો છે.સુરભી ગૌતમ અગાઉ વડોદરા નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.વહીવટી ક્ષેત્રેનો તેમનો અનુભવ અને શહેરી વિકાસ ક્ષેત્રેનું કાર્ય નોંધપાત્ર રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા હવે તેમને દાહોદ જિલ્લાના કલેક્ટર તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.દાહોદ જિલ્લો મહત્વકાંક્ષી જિલ્લો હોવાથી બહુલ આદિવાસી અને વિકાસલક્ષી યોજનાઓ માટે અગત્યનો જિલ્લો ગણાય છે.જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ નવા કલેક્ટર સુરભી ગૌતમનું સ્વાગત કર્યું હતું. સુરભી ગૌતમના નેતૃત્વ હેઠળ જિલ્લામાં સુશાસન, જનસેવા અને વિકાસના કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે




