DAHOD

દાહોદ જિલ્લાને CSR એક્ટીવીટી હેઠળ એમ.જી.વી.સી. એલ વડોદરા ના સહયોગ થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બિલવાણી ને અદ્યતન એમ્બ્યુલન્સ આપવામા આવી

તા.૦૨.૦૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લાને CSR એક્ટીવીટી હેઠળ એમ.જી.વી.સી. એલ વડોદરા ના સહયોગ થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બિલવાણી ને અદ્યતન એમ્બ્યુલન્સ આપવામા આવી

 

તા-૨ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ એમ. જી.વી.સી.એલ વડોદરા દ્વારા દાહોદ જિલ્લા ને CSR એક્ટીવીટી હેઠળ મળેલ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા માન.જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર માન.જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત તેમજ અન્ય અગ્રણીઓની હાજરીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બિલવાણિ, ઝાલોદ ને સોંપવામાં આવી. આ અદ્યતન એમ્બ્યુલન્સ થકી બિલવાણિ પ્રા.આ.કેન્દ્ર વિસ્તાર ના લોકો સગર્ભા માતા, બાળકો તેમજ ઇમરજન્સી સમયે સમયસર રેફરલ થઈ શકશે. પ્રા. આ. કેન્દ્ર .બિલવાણિ તરફથી ઉપસ્થિત આયુષ,સ્ટાફનર્સ દ્વારા આ એમ્બ્યુલન્સ મળવા બદલ સર્વેનો આભાર વ્યક્ત કર્યો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!