DAHODSANJELI

સુખસર તાલુકામાં આવેલી જે.આર.કટારા, બી. એડ કૉલેજ  ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ કાર્યક્ર્મ યોજાયો

તા.૧૮.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sukhsar:સુખસર તાલુકામાં આવેલી જે.આર.કટારા, બી. એડ કૉલેજ  ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ કાર્યક્ર્મ યોજાયો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં ખુબ જ ઉર્જાવાન પ્રેરણા સ્ત્રોત આદરણીય યોગ સેવક શિશપાલજીના માર્ગદર્શન હેઠળ અને ઝોન-3 ના ખૂબ ઉત્સાહિત ઉર્જાવાન આદરણીય ઝોન કોઓર્ડીનેટર પિન્કીબેન ની સલાહ મુજબ દાહોદ જિલ્લાના સુખસર તાલુકામાં જે.આર કટારા બીએડ કોલેજ ખાતે યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો જે સંદર્ભે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત. દરેક તાલુકામાં ગામડે ગામડે યોગ ટ્રેનર તૈયાર થાય અને ઘર ઘર સુધી યોગ પહોંચે તે માટે યોગ સંવાદનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મોટી સંખ્યામાં બી.એડ કોલેજના તેમજ બીએ કોલેજના વિદ્યાર્થી ભાઇ બહેનોએ ભાગ લીધો હતો તેમ જ 55 ભાઇ બહેનોએ યોગ ટ્રેનર માટેના ફોર્મ ભર્યા અને યોગ ટ્રેનર ની ટ્રેનીંગ લેવા માટે તૈયાર થયા જેનો હેતુ સમગ્ર સુખસર તાલુકામાં યોગનું વાતાવરણ બને તે હેતુ છે આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના દાહોદ જિલ્લાના જિલ્લા યોગ કોર્ડીનેટર ધુળાભાઇ પારગી સાહેબ , સુખસર તાલુકા યોગ કોચ સરલાબેન કટારા,ફતેપુરા તાલુકા યોગ કોચ શંકરભાઇ કટારા,બી.એડ કોલેજના પ્રિન્સિપાલ બામણીયા સાહેબ, અધ્યાપક નિહારિકાબેન, પ્રિયંકાબેન, સોનલબેન તેમજ મોટી સંખ્યામાં તાલીમાર્થી ભાઇ બહેનો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!