દાહોદ શહેરના એક 75 વર્ષીય વૃદ્ધ બા એક દુકાનના ઓટલે આવીને અઠવાડિયાથી ઠંડીમાં બેસી રેહતી બા ની 181 અભયમ દાહોદ મદદે પોંહચી

તા.૨૭.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરમાં એક 75 વર્ષીય વૃદ્ધ બા એક દુકાનના ઓટલે આવીને અઠવાડિયાથી જ ઠંડીમાં રહેતા હતા પછી આ દુકાનદારને લાગ્યું બાને હાલ ઠંડી છે તો આશ્રયની પણ જરૂર છે જેથી તેઓએ આ બાની મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને મદદ માગતા 181 અભયમ ટીમ મિનિટની ગણતરીમાં આ બાની મદદ માટે પહોંચી ગયેલ અને બા જોડે વાત કરતા બાએ જણાવેલ કે તેઓના પોતાના સંતાન નથી પરંતુ મારા પતિની પહેલી પત્નીનું મરણ થતા તેઓના સંતાનોને સંભાળવા મને બીજી પત્ની તરીકે લાવેલા અને મેં તેઓને મોટા કરીને લગ્ન કરાવ્યા છે અને હાલ બંને દીકરીઓને વહુ માને અવર નવાર શારીરિક માનસિક હેરાનગતિ કરી કાઢી મૂકે છે તેમ કહીને પોતાનું દુઃખ વ્યક્ત કરતા ટીમ દ્વારા આ બાને સાંત્વના આપી તેઓને ગાડીમાં બેસાડીને દીકરા જોડે લઈ ગયેલ અને ત્યાં દીકરા અને વહુ બંને કાયદાકીય સલાહ સૂચન અને માર્ગદર્શન આપતા બન્ને દીકરા વહુ દ્વારા પોતાની ભૂલ સ્વીકારી લેખિતમાં બહેદરી આપેલ કે હવે પછી કોઈપણ પ્રકારની હેરાનગતિ થશે નહીં તેમ જણાવતા બા પણ પોતાની મરજીથી દીકરા જોડે રહેવા માગતા હોય જેથી બંને પક્ષોનું સુખદ સમાધાન કરવી ફેમિલી હેન્ડઓવર કરેલ જેથી આ વૃદ્ધ બા દ્વારા ટીમનો આભાર વ્યક્ત કરેલ.





