ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટ તેમજ દાહોદ કતવારા પોલીસ સ્ટેશનના સહિયારા પ્રયત્નો દ્વારા એક મુક બધિર બાળકનું તેના પરિવાર સાથે પુનઃસ્થાપન .
તા.૧૫.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટ તેમજ દાહોદ કતવારા પોલીસ સ્ટેશનના સહિયારા પ્રયત્નો દ્વારા એક મુક બધિર બાળકનું તેના પરિવાર સાથે પુનઃસ્થાપન
જય અંબે..🙏🏻 કહેવાય છે ને કે ” રામ રાખે તેને કોણ ચાખે” આજે આપણે એવાજ એક ચમત્કારી કિસ્સાની વાત કરીશું.અમારી પાસે તારીખ.૨૨.૧૨.૨૦૨૪ ના રોજ દાહોદમાં આવેલ કતવારા પોલિસ સ્ટેશન થી એ.એસ.આઇ.વિરેન્દ્રસિંહ છત્રસિંહ ચોહાણ નો ફોન આવેલ કે અમને નાઈટ પેટ્રોલિંગ માં એક મુકબધિર બાળક મળ્યું છે. જેની સાથે વાતચીત કરતા તેઓને જણાઈ આવ્યું હતું કે આ બાળક સાંભળી શકે છે પણ બોલી નથી શકતું. ત્યારે કતવારા પોલિસ સ્ટેશન ના પી.આઇ.યુ.એમ. ગાવિત એ પણ આ બાળક પ્રત્યે સંવેદના દાખવતા તેઓએ નજીકમાં જ આ બાળક ની રેહવા જમવાની વ્યવસ્થા કરી આપી.ત્યાર બાદ પી.આઇ. તેમજ તમામ કતવારા પોલિસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આ બાળકને હુંફ અને પ્રેમ સાથે રાખી પરિવારની શોધખોળ આદરી હતી.પરંતુ બાળક બોલી નોતું શકતું માટે તેના પરિવાર ને શોધવું મુશ્કેલ હતું જેથી તેઓ દ્વારા આવું સમાજસેવાનું કામ કરતા હોય ભુરીયા સંધ્યાબેન રાજુભાઈ ને જાણ કરતા. અમોએ એ બાળક ની માહિતી લીધી પરંતુ બાળક મુક બધીર હોવાથી તેનું પરિવાર મળવાની કોઈજ આશા જોવાતી ના હતી.છતાંય અમે એક આશા સાથે અમારા ગ્રુપ માં ફોટા એક પ્રયાસ ધર વાપસીમાં મુક્યા જેના સંસ્થાપક રજનીશ સાહેબશ્રી દ્વારા આ બાળકની ફક્ત ફોટો દ્વારાજ તેનું પરિવાર શોધવાનો પ્રયાસ કરતા. આખરે વીસ દિવસ પછી એક બાળકની ખોજી પ્લેટફોર્મ માં ગુમસુદાની ફરિયાદ દિલ્હી પોલીસ સ્ટેશનમાં અજય સર પાસે આવેલ. જેથી અજય એ રજનીશ ને જણાવેલ કે જે બાળક ગુજરાતમાં તમને મળ્યું છે એ બાળક દિલ્હીનું છે જેની ગુમસુદા ની ફરિયાદ મારી પાસે આવેલ છે આ સાંભળીને તો જાણે કે ચમત્કાર જ થઈ ગયો. કારણ કે જે બાળક મૂકબધિર હોવા છતાંય તેનું આમ મળી આવવું કોઈ ચમત્કારથી ઓછું નોતું. જેથી અમે તારીખ.૧૦.૦૧.૨૦૨૫ વિડિયો કોલ ના માધ્યમ થી આ બાળકને તેના પરિવાર સાથે વાતચીત કરાવતા આ બાળક મુળ રહેવાસી બિહાર હાલ કામ કરવાના ઇરાદાથી દિલ્હીમાં રહેતા હોવાનું જાણવા મળેલ.આ તમામ બાબત માં મને રજનીશ અજય , દીપકભાઈ, મહારાષ્ટ્રના શ્રુતિદેવ તેમજ કતવારા પોલીસ સ્ટેશનના પી આઈ. તેમજ તમામ સ્ટાફની હું આભારી છું કે આપ સૌના સહિયોગ થી તા.૧૩.૦૧.૨૦૨૫ ના રોજ આપણે આ મૂકબધિર બાળકને તેના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું. બાળકને તેના પરિવાર સાથેની મિલન કરાવતા એ અદ્ભૂત પળો એ દરેકની આંખોમાં ઝળહળીયા લાવી દીધા.અને પરિવાર જનો એ સૌનો આભાર માની તેમના પરિવારના આધારકાર્ડ ની ચકાસણી કર્યા બાદ આજે આ બાળકને સોંપવામાં આવ્યું.