DAHODDAHOD CITY / TALUKO

દાહોદ નજીક એક ગામમાં થી એક પીડિત મહિલા જોવા મળતા 181 મહિલા હેલ્પલાઇન માં કોલ કરી ફરિયાદ નોંધાવેલ 

તા.૨૭.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ નજીક એક ગામમાં થી એક પીડિત મહિલા જોવા મળતા 181 મહિલા હેલ્પલાઇન માં કોલ કરી ફરિયાદ નોંધાવેલ

ત્યારબાદ પીડિતા એ જણાવેલ સરનામે પહોંચ્યા બાદ કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળેલ કે પીડિતા એ કોર્ટ મેરેજ કર્યા અને 5 વર્ષ થયાં હતા અને તેઓ એક વર્ષ થી તેઓના પતિ જોડે રહેતા હતા, પીડિતા જણાવે છે કે તેઓને તેઓના પપ્પા ના ઘરે જવું છે તેઓની સાસરી માં રહેવું નથી, પીડિતા જણાવે છે કે તેઓ ના સાસુ તેઓને કામ ની બાબત માં વારંવાર મેણાટોણા મારતા હતા અને ખાવા બનાવતા નથી આવડતું તેમ પણ કહેતા હતા, પીડિતા જણાવે છે કે તેઓ બીમાર પડે છે ત્યારે તેઓના ફેમેલી માંથી કોઈ જોડે આવતું નથી અને તેઓના પતિ પણ તેઓને મરકુટ કરતા હતા પીડિતા ના પરિવાર ને સમજાવેલ પરંતુ પીડિતા તેઓની સાસરી માં રહેવા નહોતા માંગતા અને તેઓના પિયર પક્ષ તેઓને તેઓના છુટાછેડા ના થાય ત્યાં સુધી તેઓ પીડિતા ને તેમના પિયર માં લઇ જવા માંગતા ન હતા અને પીડિતા તેઓની સાસરી માં રહેવા માંગતા ના હતા જેથી પીડિતા નું અને તેઓની ફેમેલી નું લાંબા ગાળાનું કાઉન્સેલિંગ માટે તેમજ પીડિતા ને તાત્કાલિક આશ્રય માટે તેઓને સખી વન સ્ટોપ દાહોદ ખાતે હેન્ડ ઓવર કરેલ છે.

Back to top button
error: Content is protected !!