દાહોદ તાલુકાના બાવકા પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ:ધારાસભ્યના હસ્તે PMJAY કાર્ડનું વિતરરણ કરાયું

તા.૧૩.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદ તાલુકાના બાવકા પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ:ધારાસભ્યના હસ્તે PMJAY કાર્ડનું વિતરરણ કરાયું
રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તેમજ આરોગ્ય સેવાઓ લોકોના દ્વાર સુધી પહોંચાડવાના હેતુથી દાહોદ તાલુકાના બાવકા ગામની પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.શિબિર દરમિયાન ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે PMJAY (આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર પણ ઉપસ્થિત રહ્યા હતા.શિબિર દરમિયાન આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY), નમો શ્રી યોજના, વય વંદના યોજના સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી, માર્ગદર્શન અને વ્યાપક IEC પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. ઉપસ્થિત નાગરિકોને યોજનાઓના લાભ, પાત્રતા અને અરજી પ્રક્રિયા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.શિબિર દરમિયાન સ્થળ પર જ લાભાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરી વિવિધ યોજનાઓ હેઠળ નોંધણીની કામગીરી પણ કરવામાં આવી હતી. જેમાં આયુષ્યમાન કાર્ડના 48 લાભાર્થીઓની નોંધણી, નમો શ્રી યોજનાના 13 ફોર્મ તથા વય વંદના યોજનાના 9 ફોર્મ ભરવામાં આવ્યા હતા.આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય તપાસ અને નિદાન સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. શિબિરમાં કુલ 167 વ્યક્તિઓની OPD તપાસ, 58 વ્યક્તિઓની RBS તપાસ તેમજ 53 વ્યક્તિઓના બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી.શિબિરમાં ઉપસ્થિત નાગરિકોએ આરોગ્ય સેવાઓ અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. આવા જનકલ્યાણ શિબિરો દ્વારા સરકારની યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવાની સાથે આરોગ્ય જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન મળી રહ્યું છે.આ પ્રસંગે તાલુકા પંચાયત સભ્યઓ , સરપંચ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ગામના આગેવાનો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા બહેનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા





