દાહોદ એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે DYSP ની ઉપસ્થિતિના હોળી પર્વને લઈ સમાજના અગ્રણીઓની શાંતિ સમિતિની બેઠક યોજાઈ
તા.૧૨.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે DYSP ની ઉપસ્થિતિના હોળી પર્વને લઈ સમાજના અગ્રણીઓની શાંતિ સમિતિની બેઠક યોજાઈ
દાહોદ એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે દાહોદના DYSP જગદીશ ભંડારી અને દાહોદ એ ડીવીજન પોલિસ સ્ટેશનના PI.એ.એમ કામળિયા ની અધ્યક્ષતામાં સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી.જેમાં આવતી કાલ તારીખ ૧૩.૦૩.૨૦૨૫ ગુરુવાર ના રોજ હોળી પર્વ અને તા.૧૪.૦૩.૨૦૨૫ શુક્રવારના રોજ ધુળેટી હોય જે પર્વ દાહોદમાં તમામ સમાજ દ્વારા હર્ષો ઉલ્લાસ સાથે અને ધુમ ધામથી દાહોદ શહેર સહિત જિલ્લામાં ઉજવાતા હોય છે.અને હોળી ધૂળેટી પર્વ આં વર્ષે પર દાહોદ શહેર સહિત જિલ્લાના તમામ સમાજના લોકો હર્ષો ઉલ્લાસથી અને શાંતિમય વાતાવરણમાં ઉજવે એવા ભાવ સાથે દાહોદ એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી અને જો કોઈ ઈસમ હોળી પર્વના દિવસે શાંતિ ડહોળવાનું પ્રયાસ કરસે તેને ભંગ કરશે તે ઈસમ સામેં પોલીસ દ્વારા કડક પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હોવાનું DYSP જગદીશ ભંડારી દ્વારા જણાવવામાં આવ્યું છે