GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:સાર્થક વિદ્યા મંદિર મોરબી ખાતે ચાર દિવસીય આચાર્ય પ્રશિક્ષણ ( ટીચર્સ ટ્રેનિંગ ) યોજાઈ 

 

MORBI:સાર્થક વિદ્યા મંદિર મોરબી ખાતે ચાર દિવસીય આચાર્ય પ્રશિક્ષણ ( ટીચર્સ ટ્રેનિંગ ) યોજાઈ

 

 

સાર્થક વિદ્યા મંદિર મોરબી ખાતે તારીખ 04/06/2025 થી 07/06/2025 ચાર દિવસીય આચાર્ય પ્રશિક્ષણ ( ટીચર્સ ટ્રેનિંગ ) યોજાયો.

જેમાં વિવિધ વક્તાઓ દ્વારા શાળાના તમામ શિક્ષકોને જરૂરી માર્ગદર્શન તેમજ બાળકોને ખૂબ જ ઉપયોગી નીવડે તેવી શિક્ષણ પદ્ધતિઓ સમજાવી હતી.

વક્તાશ્રીઓમાં અમિતભાઇ દેસાઈ દ્વારા (આર્ટ ઓફ લિવિંગ)
વિષય :- યોગ અને શિક્ષક (યોગી શિક્ષક) ની માહિતી આપવાની આવી.તેમજ વન્યાબેન પરમારે (વિદ્યાભારતી)
શિક્ષણમાં પ્રવૃત્તિ અને પ્રયોગો વિશે ઊંડાણ પૂર્વક વિચારો રજૂ કર્યા સાથે સાથે ઘનશ્યામભાઈ ડાંગર (પુસ્તક મિત્ર)
શિક્ષક – પ્રવાસ, વાંચન અને અધ્યાત્મ વિશે પોતાના વિચારો રજૂ કર્યા

અંતિમ દિવસે ડો.સતિષભાઈ પટેલ (Child psychologist) “એકડે એક થી પેરેન્ટિંગ’ – પુસ્તકનો અમલ કઈ રીતે ? How can teachers help in parenting? વિશે અદ્ભુત વાત કરી અને શાળા hr પ્રાથમિક વિભાગ ના પ્રિન્સીપાલ વિવેકભાઈ શુકલ (સંસ્કૃતજ્ઞ) શિક્ષક માટે અનિવાર્ય – ભાષાશુદ્ધિની ખૂબ જ ઉપયોગી સમજૂતી આપી હતી

શાળાના તમામ શિક્ષકોએ સંપૂર્ણ હાજરી આપી હતી અને ખૂબ જ રસ દાખવી એક એક માહિતી સમજી બાળકોમાં કેવી રીતે તેનું અમલીકરણ કરી શકાય તેનું વિશ્લેષણ કરી આ પ્રશિક્ષણને સફળ બનાવ્યો હતો..

Back to top button
error: Content is protected !!