ઝાલોદ નગરમાં ડી.વાય.એસ.પી પટેલની આગેવાનીમાં ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી

0
5
વાત્સલ્યમ્ સમાચાર

તા.24.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ઝાલોદ નગરમાં ડી.વાય.એસ.પી પટેલની આગેવાનીમાં ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવીIMG 20230124 WA0038

ટ્રાફિકને અડચણરૂપ વાહનોને ડિટેન કરી પોલીસ મથક લઇ જવાયા ટ્રાફિકને અડચણરૂપ દુકાનદારોને પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અચાનક યોજાયેલ ટ્રાફિક ડ્રાઇવ થી કહી ખુશી કહી ગમનો માહોલ જોવાયો

ઝાલોદ નગરમાં ડી.વાય.એસ.પીની આગેવાની હેઠળ દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસના સહયોગથી ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરમાં ટ્રાફિકને અડચણરૂપ વાહનોને પોલીસ દ્વારા ડિટેન કરી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. તેમજ અમુક વિસ્તારોમાં ટ્રાફિકને અડચણરૂપ દુકાનદારો પર પણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ટ્રાફિકને અડચણરૂપ વાહનોના માલિક પાસે પોલીસ દ્વારા કાયદેસરનો દંડ લઈ વાહનોને છોડી મુકવામાં આવ્યા હતા. તેમજ ટ્રાફિકને અડચણ રૂપ વેપાર કરનાર વ્યાપારીઓ પર પણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી છોડી મુકવામાં આવ્યા હતા. ખુલ્લા રસ્તા પર પાર્ક કરી દબાણ કરનારા વાહનો તેમજ ખુલ્લાં રસ્તા પર દબાણ કરી વ્યાપાર કરનાર વ્યાપારીઓ પર પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અચાનક કરાયેલ ટ્રાફિક ડ્રાઇવ થી અમુક વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા કરનારા લોકો એલર્ટ થઈ ગયા હતા. પોલીસ દ્વારા કરાયેલ આ ઝુંબેશ થી જેમના વાહન પકડાયેલ હતા તે લોકોમાં દોડધામ થઇ ગઇ હતી.

પોલીસ દ્વારા અચાનક ટ્રાફિક ડ્રાઇવમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવાયો હતો જેમના વાહનો પકડાયા તે લોકોમાં દોડધામ તેમજ દંડ ભરાતા તેઓમાં ગણગણાટ જોવા મળ્યો હતો. બીજી બાજુ રસ્તા પર અવર જવર કરનારને ટ્રાફિક ફ્રી રસ્તો જોવાતો તેમનામાં ખુશી જોવા મળતી હતી. અચાનક યોજાયેલ ટ્રાફિક ડ્રાઇવમાં રસ્તા ખુલ્લાં અને પહોળા દેખાવા લાગ્યા હતા તેથી અમુક વર્ગના કહ્યા મુજબ આવી ડ્રાઇવ પોલીસ દ્વારા અવારનવાર યોજવામાં આવે તો નગરમાં ટ્રાફિકને લઈ ઘણી ખરી સમસ્યાનો હલ આવી શકે તેમ છે. હાલતો પોલીસ દ્વારા કરાયેલ કાર્યવાહીને નગરના લોકો વધાવી રહ્યા છે.

આ ટ્રાફિક ડ્રાઇવમાં ઝાલોદ નગરના ડી.વાય.એસ.પી પટેલ, પી.એસ.આઈ રાઠોડ તેમજ દાહોદ સિટી ટ્રાફિક ચુડાસમા, ટ્રાફિક પી.એસ.આઇ ગઢવી તેમજ પોલિસ સ્ટાફને સાથે રાખી ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews