GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાતમાં લોકસભાની ૨૫ બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

લોકસભાની ચૂંટણીનું સરેરાશ મતદાન 55.22 ટકા મતદાન

સૌથી વધુ વલસાડમાં 68.12 ટકા મતદાન, અમરેલીમાં 45.59 ટકા મતદાન

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ગુજરાતમાં આજે લોકસભાની 25 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું સરેરાશ મતદાન 55.22 ટકા મતદાન થયું છે.
જે પૈકી સૌથી વધુ વલસાડમાં 68.12 ટકા મતદાન થયું છે, જ્યારે સૌથી ઓછું અમરેલીમાં 45.59 ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં કુલ 4,94,49,469 મતદારો છે, જે પૈકી 18થી 19 વર્ષની વયના 11,32,880 યુવા અને 10,322 શતાયુ મતદારો નોંધાયેલા છે. રાજ્યના 50,677 પૈકી 50 ટકા એટલે કે 25,000 જેટલા મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મતદાન મથકોમાં ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરાઈ રહ્યો છે. રાજ્યમાં 87,042 બીયુ, 71,682 સીયુ અને 80,308 WPAT મશીનો રાખવામાં આવ્યા છે. માત્ર મહિલા સંચાલિત હોય તેવા 1274 સખી અને 182 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પંચના આદેશ પ્રમાણે 85 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો તેમજ 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારોને હોમ હોમ વોટીંગની સુવિધા આપવામાં આવી છે. રાજ્યનો કોઈપણ નાગરીક કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરીયાદ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સી- વીજીલ(c-VIGIL) મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે.’

જાન્યુઆરી ૨૦૨૪માં પ્રસિદ્ધ થયેલી આખરી મતદાર યાદી પ્રમાણે રાજ્યમાં કુલ 4,94,49,499 મતદારો નોંધાયા છે. જે પૈકી 2,39,78,243 મહિલા મતદારો અને, 2,54,69,723 પુરૂષ મતદારો છે. ગુજરાતમાં 1503 જેટલા થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. 85 વર્ષથી વધુ વયના 424162 મતદારો ગુજરાતની મતદાર યાદીમાં નોંધાયા છે. ગુજરાતમાં 10,322 મતદાર શતાયુ એટલે કે 100 વર્ષ કે તેથી વધુ વયના છે. કુલ મતદારો પૈકી 18થી 19 વર્ષની વય ધરાવતા 11,32,880 યુવા મતદારો આ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરી શકશે.

આ ચૂંટણીમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. 2024ની આ ચૂંટણીમાં કુલ 4,97,68677 મતદારો મતદારોને મતાધિકાર મળેલો છે જેઓ 50788 મતદાન મથકો પરથી મતદાન કરશે. ગુજરાતમાં 20 જનરલ, બે એસ.સી, ચાર એસ.ટી સાથે કુલ 26 બેઠકો છે. બેઠકના વિસ્તારની વાત કરીએ તો સૌથી મોટો કચ્છ (21354 ચો.કિ.મી.) જ્યારે સૌથી નાનો અમદાવાદ વેસ્ટ છે. અમદાવાદમાં 60 લાખથી વધુ મતદારો: અમદાવાદમાં કુલ 60,39,143 મતદારો છે. જેમાં મહિલા મતદાર 29,05,622 છે. કલેકટર કચેરી ખાતે ચૂંટણીલક્ષી કંટ્રોલરૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં ભરૂચમાં સૌથી ઓછાં 17,23,353 જ્યારે નવસારીમાં સૌથી વધુ 22,23,550 મતદારો નોંધાયેલા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!