BHUJKUTCH

એસ.એસ.પી.એ હાઇસ્કૂલ, નિરોણા મધ્યે ગુરુ પૂર્ણિમા ની ભવ્યાતિભવ્ય ઉજવણી.

3-જુલાઈ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- અઢાર પુરાણ તેમજ મહાભારતના રચયિતા આદિ ગુરુ મહર્ષિ વેદ વ્યાસના પ્રાગટ્ય દિન અષાઢ સુદ પૂર્ણિમા ને ભારતીય સંસ્કૃતિમાં હજારો વર્ષોથી ગુરુપૂર્ણિમા કે વ્યાસપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે.આવા જ એક ગુરુ શિષ્ય પરંપરા ના પાવન પર્વને આજરોજ શ્રી સારસ્વતમ સંચાલિત પુંજા આણંદજી હાઈસ્કૂલ, નિરોણા મધ્યે હષૅભેર ઉજવવામાં આવેલ હતો. જેમાં શાળાના સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઝાઝમ બિછાવી પુષ્પ વર્ષા કરી શાળાના સૌ ગુરુજનોનુ ભવ્ય સ્વાગત કરી અભિવાદન કરવામાં આવેલ હતું ત્યારબાદ સૌ ગુરુજનોને કુમકુમ તિલક કરી, ગુરુ વંદના સાથે ગુરુપૂર્ણિમા ની શુભેચ્છાઓ આપતા કાર્ડ અર્પણ કરવામાં આવેલ હતા. આ પર્વના અનુસંધાને ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ગુરુપૂર્ણિમા વિષય પર વકતૃત્વ સ્પર્ધા નુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. શબ્દોના માધ્યમથી વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય પરંપરા, ગુરુની મહત્તા, ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા અને ઋણ સ્વીકાર ની લાગણીઓને અભિવ્યક્ત કરવામા આવેલ હતી. આ સ્પર્ધામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ બે વિભાગમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવેલ હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી ભૂમિબેન વોરાએ કરેલ હતું. પ્રાસંગિક ઉદબોધન શ્રી અલ્પેશભાઈ જાનીએ કરેલ હતુ. શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી બાબુભાઈ પરમારે વિદ્યાર્થીઓને આશીર્વચન આપેલ હતા. નિર્ણાયક તરીકે શ્રી એ એચ જાની, શ્રી આર વી ડાભી તેમજ શ્રીમતી અલ્પાબેન ગોસ્વામીએ સેવાઓ આપેલ હતી. શ્રી કે. બી. પટેલ અને શ્રીમતી આશાબેન પટેલે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!