દે.બારિયા નજીક આવેલા એક ગામમાંથી એક પીડિત મહિલાને પતિ નશાની હાલતમાં મારકુટ કરતા ૧૮૧ મહિલા મદદે
Devgadhbariya: દે.બારિયા નજીક આવેલા એક ગામમાંથી એક પીડિત મહિલાને પતિ નશાની હાલતમાં મારકુટ કરતા ૧૮૧ મહિલા મદદે
ત્યારબાદ મહિલાએ જણાવેલ સરનામે પહોંચ્યા બાદ જાણવા મળેલ કે પીડીતાના પતિ તેઓને નશાની હાલતમાં મારકુટ કરતા હતા. પીડિતા જણાવે છે કે પતિ લગ્નજીવન શરૂ થયો ત્યારથી આવું જ વર્તન કરે છે. પીડિતાના માતા નું અવસાન થયેલ હતું અને તેઓના પપ્પા એકલા જ હતા . પીડીતા ને બે બાળકો હતા. પીડીતાના પતિ કામ ધંધો કરતા ન હતા અને ઘરમાં કાંઈ સામાન પણ ન હતો . નશાની હાલતમાં જ રહેતા હતા. અને પીડિતા જોડે વારંવાર ઝઘડો કરી અને પીડીતાને વરસાદી વાતાવરણ માં મારપીટ કરી અને ઘરમાંથી કાઢી મુકેલ હતા જેથી પીડિતાના પતિને સમજાવ્યા કે તમે પીડીતા જોડે લગ્ન સંબંધમાં જોડાયા છો તો તેની જોડે સારી રીતે વ્યવહાર કરો આવો દૃષ્ટ વ્યવહાર ના કરો . તે તમારી પત્ની છે બીજું કોઈ નથી અને તમારી પત્ની અને તમારા બાળકો તમારી જવાબદારી છે. તમારા પરિવાર અને તમારા બાળકોની જરૂરિયાત પૂરી કરો તમારી ફરજ છે.જેથી પિતા ના પતિને સમજાવી અને બાહેધરી લખાવી સમાધાન કરેલ છે