સિંગવડ તાલુકાના એક ગામમાંથી વિધવા પીડિતાને દિયર હેરાન કરતા ૧૮૧ અભયમ લીમખેડા પીડિતાની મદદે

તા.૧૪.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
સિંગવડ તાલુકાના એક ગામમાંથી પીડિત વિધવા મહિલાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને જણાવેલ કે તેઓને દિયર દ્વારા અવાર નવાર શારીરિક માનસિક હેરાનગતિ કરવામાં આવે છે કે તમે ૧૮૧ અભાયામ મહિલા હેલ્પલાઇન તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયેલ અને પીડિતાને રૂબરૂ મળી કાઉસેલિંગ કરતા જણાવેલ કે તેઓને પતિનું અવસાન થયુંને ત્રણ જ મહિના થતાં દિયર અવાર નવાર પીડિતાને અને તેમની દીકરીઓને અપશબ્દ બોલી શારીરિક માનસિક હેરાનગતિ કરે છે અને આજરોજ પણ દિયર નશો કરીને પીડિતાને અને તેમની દીકરીઓને અપશબ્દ બોલી મારકૂટ કરેલ અને દીકરીઓને તમે મારા ભાઈની દીકરીઓ નથી જેથી ઘર છોડીને નીકળી જવા માટેની ધમકીઓ આપી તેમ જણાવેલ પરંતુ ટીમ પહોંચતાં જ દિયર ઘર છોડીને ભાગી ગયેલ ટીમ દ્વારા ફોન પર સંર્પક કરીને બોલાવવાનો પ્રયત્ન કરેલ પરંતુ ફોન બંધ કરી દીધેલ જેથી પીડિતાને ન્યાય અપાવવા પોલીસ સ્ટેશન વિશે માહિતી આપેલ પરંતુ એક કુટુંબના આગેવાને જવાબદારી લીધેલ અને લેખિતમાં બહેદરી આપેલ કે હવે પછી આ ઘટના બનશે નહિ અને ટીમ દ્વારા દિયરની પત્નીને પણ ટેલીફોનીક વાત કરીને સમજાવેલ કે જેઠના મરણ પછી તમારી એક જવાબદારી બને છે જેથી તમારા પતિને સમજાવી દેજો નહિ તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવતાં દિયરની પત્નીએ પણ પતિને સમજાવવાની બહેદરી આપતાં પીડિતાને પણ તે બહેદર આપનાર પર વિશ્વાસ હોય જેથી પીડિતાએ હાલ આગળ કોઈ કાર્યવાહી કરવી નથી તેવું નિવેદન આપેલ અને જરૂર જણાય તો ફરીથી ૧૮૧ ટીમની મદદ લઈશ તેમ જણાવી ટીમનો આભાર વ્યક્ત કરેલ.




