દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની મહિલાને માર મારતા સારવાર માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ લાવ્યા

તા.૨૩.૦૯.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની મહિલાને માર મારતા સારવાર માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ લાવ્યા
આજરોજ સોમવાર ૯ કલાકે વાત કરીયેતો દાહોદના ઝાયડસ હોસ્પિટલમા સારવાર લઈ રહેલ મહિલા દ્વારા જણાવ્યા અનુસાર એમની બહેન અને એમના બનેવી એમ બન્ને પતી પત્ની વચ્ચે કઈ વાતને લઈ ઝગડો તકરાર થઈ રહ્યો હતો.ત્યારે મહિલા બન્ને પતી પત્ની વચ્ચે વચ્ચેના ઝગડાના પડતા ત્યારે ઈજાગ્રસ્ત મહિલાના બનેવી તેમજ આસપાસ ઉપસ્થિત કેટલાય ઈસમોએ મહિલાને માર મારતા મહિલાએ સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી.પોલીસ ફરિયાદ કર્યા બાદ મહિલા ઘરે આવતા મહિલાને ફરીવાર માર મારવામા આવતા મહિલા બેભાન થઈ હતી.ત્યારે મહિલા બેભાન તથાં આસપાસમા ઉપસ્થિત લોકોએ મહિલાને સારવાર માટે સંજેલીના સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા.પણ વધૂ ઈજાઓના પગલે સંજેલી દવાખાના પરથી વધુ સારવાર માટે ઈજાગ્રસ્ત મહિલાને દાહોદના ઝાયડ્સ હોસ્પિટલ ખસેડવામા આવ્યા.અને મારનાર ઈસમોં સામેં પોલીસ દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે એવી ઈજાગ્રસ્ત મહિલા દ્વારા માંગ કરી છે





