ઝાલોદ તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાને પતિ દ્વારા નશો કરી મારકૂટ કરતા ૧૮૧ અભયમ ટીમ મદદે

તા.૩૧.૦૧.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાને પતિ દ્વારા નશો કરી મારકૂટ કરતા ૧૮૧ અભયમ ટીમ મદદે
ઝાલોદ તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાએ ૧૮૧ પર ફોન કરીને જણાવેલ કે પતિ દ્વારા નશો કરીને મારકૂટ કરેલ છે અને બાળક છીનવી લીધું છે તેમ જણાવતાં ૧૮૧ અભયમ ટીમ દાહોદ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયેલ અને વાતચીત કરતા જણાવેલ કે તેઓ ભરૂચના છે અને પ્રેમસંબંધ થઈ જતાં પતિ પર વિશ્વાસ કરી પત્ની તરીકે રહેવા આવી ગયેલ જેમાં પતિ જ્યારથી લાવ્યા ત્યારથીજ નશો કરીને શારીરિક માનસિક હેરાનગતિ કરે છે અને હાલ બે સંતાનો પણ છે તેમ છતાં પીડિતા બાળકોનું ભવિષ્ય વિચારીને પતિ જોડે રહે છે પરંતુ હાલ બે દિવસ પહેલાં મારકૂટ કરીને રાત્રે ઘરમાંથી કાઢી મૂકતાં પીડિતા પોતાનું અઢી વર્ષનું સાસરીમાં મૂકીને પિયર જતા રહેલ અને બાળકની યાદ આવતા આજરોજ માતાપિતા જોડે બાળકને સાસરીમાં લેવા આવતા ફરીથી મારકૂટ કરેલ અને બાળક છીનવી લીધું તેમ જણાવેલ પરંતુ ટીમ પહોંચતાં પતિ ભાગી ગયેલ ટીમ દ્વારા કોન્ટેક કરીને બોલાવવાનો પ્રયત્ન કરેલ પતિ મળી આવ્યા ના હોય જેથી પીડિતાને લીગલ કાર્યવાહી કરવા માર્ગદર્શન આપતા પીડિતા પણ પોતાની મરજીથી લીગલ કાર્યવાહી કરવા માગતા હોય જેથી પીડિતાને સંપૂર્ણ ન્યાય મળી રહે માટે ચકલિયા પોલીસ સ્ટેશન અરજી અપાવેલ છે.




