આમ આદમી પાર્ટી પ્રદેશ સમિતિના મંત્રી અને સાઉથ ઝોનનાં પ્રભારી જયેશભાઈ સંગાડાએ કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને પક્ષમાં જોડાયા

તા. ૦૫. ૦૯. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:આમ આદમી પાર્ટી પ્રદેશ સમિતિના મંત્રી અને સાઉથ ઝોનનાં પ્રભારી જયેશભાઈ સંગાડાએ કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને પક્ષમાં જોડાયા
ગુજરાતની જનતાની સેવા અને પ્રજાહિતના કાર્યમાં કોંગ્રેસ પક્ષ હંમેશા કાર્યશીલ છે ગુજરાતીઓમાં અને ગુજરાતના હિત માટે કોંગ્રેસનો સેવાનો યજ્ઞ છે. ભાજપના ભ્રષ્ટાચાર, પેપર ફુટવા, પુલ તુટવા, મોંઘવારી અને કથળતીકાયદો વ્યવસ્થાનો ભોગ ગુજરાતનો નાગરિક બની રહ્યો છે. મોંઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય વ્યવસ્થાને લીધે સામાન્ય-મધ્યમવર્ગ હાલાકી ભોગવી રહ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજીનાં માર્ગદર્શનથી ગુજરાતીઓની અસ્મિતા માટે સેવાનો યજ્ઞ કોંગ્રેસ પક્ષે શરૂ કરેલ છે અને તેમાં અનેક લોકો જોડાઈ રહ્યાં છે. જેના ભાગરૂપે તા. ૦૫/૯/૨૦૨૪ના રોજ રાજીવ ગાંધી ભવન ખાતે દાહોદ લોકસભા પૂર્વ સાંસદ ડો પ્રભાબેન તાવીયાડ ના પ્રયત્નોથી આમ આદમી પાર્ટી પ્રદેશ સમિતિના મંત્રી અને સાઉથ ઝોનનાં પ્રભારી જયેશભાઈ સંગાડા, આમ આદમી પાર્ટીના કિસાન સેલનાં ઉપાધ્યક્ષ રમશુંભાઈ હઠીલા, દાહોદ જિલ્લા સંગઠનમંત્રી શૈલેષભાઈ હઠીલા વિધિવત રીતે ખેસ પહેરીને પક્ષમાં જોડાયા હતા




