DAHOD

લીમખેડા તાલુકાના ગામમાં ડાકણ નો વહેમ રાખી પરિણીતા ને હેરાન કરતા અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન લીમખેડા એ શંકા દૂર કરી

તા.૨૭.૦૯.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લીમખેડા તાલુકાના ગામમાં ડાકણ નો વહેમ રાખી પરિણીતા ને હેરાન કરતા અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન લીમખેડા એ શંકા દૂર કરી

આજરોજ લીમખેડા તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાએ 181 પર ફોન કરીને જણાવેલ કે તેઓને કાકાસસરા અને કાકિસાસુ દ્વારા ડાકણ કહી બદનામ કરેલ છે તેમ જણાવતાં 181અભયમ ટીમ લીમખેડા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી વાતચીત કરતા પીડિતાએ જણાવેલ કે તેઓ એક જ કુટુંબના છે અને હાલ દસ દિવસ પહેલા તેમના દીકરાને તાવ આવતો હતો જેના કારણે મૃત્યુ પામેલ છે પરંતુ પીડિતાના કાકાસસરા અને કાકીસાસુ ખોટી વહેમ શંકા કરી પીડિતાને ડાકણ કહી બદનામ કરે છે તેમ જણાવતાં તેઓના સામાવાળાને પણ સાંભલતા તેઓએ જણાવેલ કે અગાઉ તેઓએ પણ અમને ડાકણ કહી બદનામ કરેલ છે અને અમે તેઓનું નામ લીધું જ નથી તેમ જણાવેલ આમ 181 અભયમ ટીમ દ્વારા બંને પક્ષોને સાંભળી બંને પક્ષોને અન્ધશ્રદ્ધા દૂર કરવા સમજાવેલ અને ડાકણ કે ભૂતપ્રેત દુનિયામાં છે જ નહિ અને આવી રીતે ખોટી વહેમ શંકા કરવી અને એકબીજાને ડાકણ કહી બદનામ કરવું એ ગંભીર ગુનો બને છે તેમ જણાવેલ અને પરિવાર વિશે પણ સમજાવતા બંને પક્ષોએ પોતાની ભૂલ સ્વીકારી બંને પક્ષો પોતાની મરજીથી સમાધાન કરવા માગતા હોય આમ બંને પક્ષોનું સુખદ સમાધાન કરાવતા બંને પક્ષો દ્વારા 181 અભયમ ટીમ લીમખેડાનો આભાર વ્યક્ત કરેલ

Back to top button
error: Content is protected !!