દાહોદ તાલુકાના રાબડાળ પાસે પર પ્રાંતિય શ્રમજીવી મહિલાની છેડતી થતા અભયમ દાહોદ મદદે
તા.૨૬.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના રાબડાળ પાસે પર પ્રાંતિય શ્રમજીવી મહિલાની છેડતી થતા અભયમ દાહોદ મદદે
ગત રોજ દાહોદ પાસે થી એક ત્રાહિત વ્યક્તિ એ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન માં કૉલ કરી જાણ કરેલ કે અજાણી બે મહિલાઓની એક બાઈક સવાર દ્વારા છેડતી થતા તેઓ ડરી ગયેલા છે જેઓને મદદ કરવા અનુરોધ કરતા અભયમ ટીમ સ્થળ પર પહોંચતા યુવક ફરાર થયેલ જેથી અજાણ્યા યુવક સામે પોલિસ ફરિયાદ અપાવવામાં આવી હતી મળતી માહિતી મુજબ મધ્ય પ્રદેશ થી મજુરી માંટે આવેલા ભાભી અને નણંદ દુકાન માં ચીજ વસ્તુ ખરીદવા જતાં હતા જેઓ એકલા હૉય એક બાઈક સવાર આવી બને ને ડરાવી બાઈક માં બેસી જવા દબાણ કરતાં હેબતાઈ ગયેલ બને મહિલાઓ ત્યાથી ભાગી છૂટેલા જેઓ ને મદદે એક ત્રાહિત વ્યક્તિ આવેલા જેઓ એ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન માં કોલ કરી ઘટના ની જાણ કરી હતી પર પ્રાંતિય મહિલાઓ અજાણ્યા હોય તેઓ ગભરાઈ ગયેલા જેઓ ને અભયમ દ્વારા સાંત્વના આપેલ જેઓ મજુરી માંટે અહી રોકવાના હૉય ફરી થી યુવક આવી હેરાનગતિ ના કરે તે માંટે રાબડાલ પોલિસ સ્ટેશન માં અજાણ્યા યુવક વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી