DAHOD

દાહોદ ઝાલોદ હાઇવે પર અકસ્માત સર્જાયો બાઇક ચાલકએ પહેરેલ હેલ્મેટથી બાઇક ચાલકનું જીવ બચ્યો

તા.૦૩.૦૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ઝાલોદ હાઇવે પર અકસ્માત સર્જાયો બાઇક ચાલકએ પહેરેલ હેલ્મેટથી બાઇક ચાલકનું જીવ બચ્યો

આજરોજ તા. ૦૩.૦૧.૨૦૨૫ ના ૧.૩૦ કલાકે દાહોદ ઝાલોદ હાઇવે આટર્સ એન્ડ કોમર્સ કોલેજ નજીક ઢળાવ પરથી બાઇક લઈ બાઈક ચાલક દાહોદ તરફ આવી રહ્યા હતા તે દરમ્યાન રસ્તા વચ્ચે અચાનક ભેંસ આવી જતા બાઈક ચાલકએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઇક ચાલક બાઇક લઈ રોડ પર ફગોળાતા બાઇક ચાલકને શરિરે ઈજાઓ થવા પામી હતી.બાઈક ચાલકએ બાઇક ચલાવતી વેળા હેલ્મેટ પહેરેલ હતું જેનાથી બાઇક ચાલકના માથાના ભાગે ઈજાઓ ન પહોંચતા બાઇક ચાલકનું જીવ બચ્યું અને આ અકસ્માત એટલું ભયકર હતું.બાઇક ચાલક એ બાઇક ચલાવતી વેળા હેલ્મેટ પહેરેલ જેના કારણે બાઇક ચાલકનું જીવ બચ્યું હોવાની લોક ચર્ચાઓ ચાલી હતી અકસ્માત તથા મદદે દોડી આવેલ આસપાસના લોકોએ 108 ને જાણ કરી 108 મારફતે ઈજાગ્રસ્ત બાઇક ચાલકને નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે

Back to top button
error: Content is protected !!