DAHODFATEPURA

સુખસર તાલુકાની ઉત્તર બૂનિયાદી આશ્રમ શાળા ખાતે ટી.બી. તથા HIV/AIDS વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા.૦૬.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Fatepura:સુખસર તાલુકાની ઉત્તર બૂનિયાદી આશ્રમ શાળા ખાતે ટી.બી. તથા HIV/AIDS વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓમાં આરોગ્ય વિષયક જાગૃતિ વધારવાના હેતુસર તાલુકા આરોગ્ય કચેરી દ્વારા ટી.બી. વિષયક IEC કાર્યક્રમનું આયોજન સુખસર તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સ્વામિનારાયણ ઉત્તર બૂનિયાદી આશ્રમ શાળા, આફવા ખાતે વિદ્યાર્થીઓમાં આરોગ્ય વિષયક જાગૃતિ વધારવાના હેતુસર તાલુકા આરોગ્ય કચેરી દ્વારા ટી.બી. વિષયક IEC કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન ટી.બી.ના લક્ષણો, સમયસર સારવાર લેવાની આવશ્યકતા, નિયમિત દવા લેવાના ફાયદા તેમજ રોગથી બચાવના ઉપાયો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ICTC કાઉન્સેલર દ્વારા HIV/AIDS વિષયક મહત્વપૂર્ણ અને ઉપયોગી માર્ગદર્શન પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં PHC આફવાના મેડિકલ ઓફિસર ડૉ. હેમાનીબેન, STS નટવરભાઈ પારગી, STLS હિતેન્દ્રભાઈ, પિરામલ ફાઉન્ડેશન તરફથી કોમ્યુનિટી કોઓર્ડિનેટર ફરહાજ ખાન તેમજ ICTC કાઉન્સેલર નયનાબેન ઉપસ્થિત રહ્યા હતા. તમામ વક્તાઓએ સરળ અને સમજાય તેવી ભાષામાં વિદ્યાર્થીઓને આરોગ્ય વિષયક માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. યોગ્ય જવાબ આપનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ માટે વિચારવિમર્શ અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!