
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વઘઇ તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ માનમોડી ગ્રામ પંચાયતના મોટામાળુંગા ગામે પશુઓને ચરાવવા જતી વખતે અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વઘી જતા મોટામાળુંગા ગામના વતની શ્રી વસંતભાઇ કાશીરામભાઇ શેવરે તણાઇ ગયા હતા. જેથી તેમના વારસદાર પત્ની કુસુમબેન વસંતભાઇ શેવરેને સરકારશ્રીના કુદરતી આફતના ઘારા ઘોરણ મુજબ રૂા.૪,૦૦,૦૦૦/-ની સહાયનો ચેક વિજયભાઇ આર. પટેલ ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક ગુજરાત વિઘાનસભા, નિર્મળાબેન એસ. ગાઇન જિલ્લા પંચાયતના પ્રમુખ, ચંદરભાઇ એમ.ગાવિત તાલુકા પંચાયત પ્રમુખ વઘઇ, સુભાષભાઇ ગાઇન, આદિજાતિ મોરચા પ્રમુખ તેમજ ચંદ્રકાંતસિંહ આર. પઢિયાર, તાલુકા વિકાસ અઘિકારી વઘઇના હસ્તે વિતરણ કરવામાં આવ્યો હતો.





