દાહોદ રળીયાતી આંબેડકર ભવન ખાતે વિશ્વ રક્તદાતા નિમિત્તે રક્તદાન અંગે જાગૃતિ સેમિનારનું આયોજન

તા.૧૪.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રળીયાતી આંબેડકર ભવન ખાતે વિશ્વ રક્તદાતા નિમિત્તે રક્તદાન અંગે જાગૃતિ સેમિનારનું આયોજન 
14 મી જુન વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા રુધિરજૂથ ના શોધક અને નોબલ પ્રાઈઝ વિનર વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટીનરના જન્મદિન નિમિત્તે કરવામાં આવે છે.ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા રક્તદાન અંગે જાગૃતિ સેમિનારનું આયોજન આંબેડકર ભવન, રળીયાતી ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં રક્તદાન અંગેની વિસ્તૃત સમજ ની સાથે રક્તદાન કરવાના ફાયદા અંગેની સમજ રેડ ક્રોસ મેનેજિંગ કમિટીના સભ્ય કમલેશ ડી લીમ્બાચીયા દ્વારા આપવામાં આવી હતી. રેડ ક્રોસ સોસાયટીમાં ચાલતી પ્રવૃત્તિઓ અંગે રાજ્ય પ્રતિનિધિ સાબીર શેખ દ્વારા જાણકારી આપવામાં આવી હતી.આ પ્રસંગે વાઇસ ચેરમેન દિનેશભાઈ શાહ, ખજાનચી જવાહરભાઈશાહ ,સહમંત્રી નરેન્દ્રભાઈ પરમાર ,બ્લડ બેન્ક કન્વીનર ડો ઈકબાલ હુસેનવાલા ઉપસ્થિત રહ્યા હતા. બ્લડ બેન્ક સ્ટાફ મિત્રો અને ખૂબ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ દિવસ નિમિત્તે આપણે સૌ ભેગા મળી સંકલ્પ કરીએ કે માત્ર વાતોથી નહીં પણ જરૂર પડે રક્તદાન કરી સાચા અર્થમાં માનવતાનો ધર્મ નિભાવીશું રક્તદાન મહાદાન ઉક્તિને સાર્થક કરીશું.




