GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

રોડ બેસી જતાં અને ભુવા પડી જતાં ભ્રષ્ટાચારના ખાડામાં લોકોએ ભાજપના ઝંડા લગાવ્યાં

ગાંધીનગર એ રાજ્યનું પાટનગર છે, પણ આ ગાંધીનગરના શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા જ રોડ તૂટી ગયા છે, ઘણી જગ્યાએ રોડ બેસી ગયા છે અને ભુવા પડી ગયા છે, તો ગટરના પાણી ઉભરાઈને રસ્તા પર આવી રહ્યા છે.
ગાંધીનગરમાં રોડ બનાવવામાં થયેલા ભ્રષ્ટાચારને મેઘરાજાએ પહેલા વરસાદમાં જ ખુલ્લો પાડી દીધો છે. સેક્ટર-3માં પહેલા વરસાદમાં જ રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે, જે દર્શાવે છે કે રોડના કામમાં અધિકારીઓએ કેટલો ભ્રષ્ટચાર કર્યો છે. સ્થાનિકોએ ભ્રષ્ટાચારના ખાડામાં ભાજપના ઝંડા લગાવીને વિરોધ કર્યો હતો. સ્થાનિકો પૂછી રહ્યા છે કે ગાંધીનગરને આવું કોણે બનાવ્યું? આનો જવાબ છે ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ અને ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરો.

ગાંધીનગરમાં ચોમાસાના પહેલા વરસાદમાં જ ગાંધીનગરના રોડની  સ્થિતિ એવી થઈ  ગઈ છે કે વાહનચાલકોએ જીવ હાથમાં લઈને જ બહાર નીકળવું પડે એવી સ્થિતિની નિર્માણ થયું છે, કારણ કે ભ્રષ્ટ અધિકારીઓના પાપે શહેરમાં વિવિધ જગ્યાએ ખાડા અને ભુવા પડી ગયા છે. આવો જ એક મોટો ખાડો સેક્ટર-2માં પડ્યો જેમાં એક કાર ગરકાવ થઇ ગઈ હતી. તો ગ-6 રોડ પાસે પણ આવો એક ખાડો પડી ગયો છે. આવા ખાડાવાળા રોડ પર ગાંધીનગરના રહીશો ભગવાન ભરોસે મુસાફરી કરી રહ્યાં છે.

અમદાવાદ શહેરમાં આ જે સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સવારથી શરૂ થયેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અમદાવાદના શેલા અને સાઉથ બોપલમાં દર ચોમાસે પાણી ભારવાની સમસ્યા સર્જાય છે. પાણી ભરાવાને કારણે રોડ-રસ્તાને મોટું નુકસાન થાય છે. આજે શેલા વિસ્તારના ક્લબ ઓ સેવન રોડ પરનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે રોડ પર મોટો ખાડો પડી ગયો છે અને વરસાદનું પાણી તે ખાડામાં જઈ રહ્યું છે.

Back to top button
error: Content is protected !!