DAHOD

દાહોદ નવજીવન સાયન્સ કોલેજ દ્વારા દશેરાની ઉજવણી નિમિત્તે રમત ગમતના સાધનોનું પૂજન કરવામાં આવ્યું

તા.૧૩. ૧૦. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ નવજીવન સાયન્સ કોલેજ દ્વારા દશેરાની ઉજવણી નિમિત્તે રમત ગમતના સાધનોનું પૂજન કરવામાં આવ્યું

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ ના શારિરીક શિક્ષણ અને રમત ગમત વિભાગ દ્વારા તા.12-10-2024 ને શનિવાર દશેરા ના રોજ કોલેજમાં ખેલાડીઓ દ્વારા રમત ગમત ના સાધનોનું પુજન કરવામાં આવેલ હતું. આ પૂજન વિધિ કોલેજના કાર્યકારી આચાર્ય ર્ડા. જી.જે.ખરાદી દ્વાર કરવામાં આવી હતી અને દશેરાના દિવસે શસ્ત્ર અસ્ત્ર પૂજાના મહત્વ વિશે સમજાવીને આજના કાર્યક્રમને પ્રોત્સાહન આપીને આયોજનને બિરદાવ્યુ હતું. આ કાર્યક્રમનું આયોજન શારિરીક શિક્ષણના નિયામક ર્ડા. વી.જે.ચૌહાણ દ્વારા કરવામાં આવેલ હતું. દશેરા નિમિતે સ્ટાફ પરિવારે પણ શુભેચ્છા પાઠવી હતી

Back to top button
error: Content is protected !!