MORBIMORBI CITY / TALUKO

MORBI:બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર વિરુદ્ધ મોરબીમાં ક્લેકટરને આવેદન આપવા : સર્વે હિંદુઓને જોડાવા અપીલ

 

MORBI:બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર વિરુદ્ધ મોરબીમાં ક્લેકટરને આવેદન આપવા : સર્વે હિંદુઓને જોડાવા અપીલ

 

 

મોરબીના હિંદુ અસ્મિતા મંચ દ્વારા બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા ત્રીજી ડિસેમ્બરે કલેકટરને આવેદન અપાશે


બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી ચાલતી રાજકીય અસ્થિરતા વચ્ચે ત્યાંના હિંદુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિંદુ મંદિરો પર સતત હુમલાઓ થઈ રહ્યા છે, મુર્તીઓ તોડવામાં આવી રહી છે. હિંદુઓની બહેન દિકરીઓ સુરક્ષિત નથી તથા સાથોસાથ હિંદુઓના ધંધા વ્યવસાયના સ્થાનોને પણ ઈરાદાપૂર્વક સુનિયોજિત રીતે ટાર્ગેટ કરી લુંટવામાં આવી રહ્યા છે અને ત્યાંની સરકાર મૂળ પ્રેક્ષક બની આ તમાશાને એક પ્રકારે સમર્થન આપી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. વળી વિવિધ હિંદુ સંતો પર પણ ખોટા કેસ કરી હિંદુ સંગઠનોને પ્રતિબંધિત કરવામાં આવી રહ્યા છે.

આ તમામ બનાવને વખોડી કાઢવા તેમજ ત્યાંના હિંદુ ભાઈ બહેનોની સલામતી માટે ચોક્કસ પગલા ભરવાની માંગણી સાથે આક્રોશીત અને વ્યથિત હિંદુ સમાજ હિંદુ અસ્મિતા મંચ મોરબી ના બેનર હેઠળ આગામી તારીખ 3/12 ને મંગળવારે બપોરે 11 વાગ્યે સામેકાંઠે સેવાસદન ખાતે કલેકટરશ્રીને આવેદન પત્ર આપી બાંગ્લાદેશના હિંદુઓના સમર્થનમાં યોગ્ય રજૂઆત કરશે. આ કાર્યક્રમમાં પ્રત્યેક જ્ઞાતિ, સમાજ અને સંગઠનના હિંદુ ભાઈ બહેનોને જોડાવા અપીલ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!