દાહોદ સખી વન સ્ટોપ સેન્ટર દ્રારા ઝાલોદ તાલુકાના આંબા ફળીયાની માનસિક અસ્વસ્થ મહિલાને ઘર સુધી પહોંચાડી
એક માનસિક રીતે અસ્વસ્થ અને ગુમ થયેલ બહેનને ઘર સુધી પહોંચાડતું "સખી"વન સ્ટોપ સેન્ટર દાહોદ

તા.૧.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ સખી વન સ્ટોપ સેન્ટર દ્રારા ઝાલોદ તાલુકાના આંબા ફળીયાની માનસિક અસ્વસ્થ મહિલાને ઘર સુધી પહોંચાડી
એક માનસિક રીતે અસ્વસ્થ અને ગુમ થયેલ બહેનને ઘર સુધી પહોંચાડતું “સખી”વન સ્ટોપ સેન્ટર દાહોદ
ભારત સરકાર પુરસ્કૃત અને મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટર દાહોદ છેલ્લા પાંચ વર્ષથી ૨૪ કલાક ટેકનિકલ સ્કૂલ કેમ્પસ વિશ્રામ ગૃહની સામે કાર્યરત છે જેમાં અત્યાર સુધીના રાજ્ય તેમજ અન્ય રાજ્યના કોઈ કારણોસર પરિવારથી વિખુટા પડી ગયેલ હોય કે ક્યારેક પોતાની નબળી માનસિક સ્થિતિના કારણે પરિવારથી દૂર થઈ ગયેલ હોય તેવી અરજદાર બહેન ને ઘર સુધી પહોંચાડવા મા “સખી”વન સ્ટોપ સેન્ટર દાહોદ સફળ રહ્યું છે આમ આવીજ રીતે તારીખ.૨૯.૧૧.૨૦૨૪ ના રોજ એક બહેન પાવડી એસ.આર.પી ગ્રુપ ખાતે બિન વારસી હાલતમાં જોવા મળતા ત્યાંના એસ.આર.પી ઓફિસર દ્વારા સુરક્ષા તેમજ સલામતી જળવાઈ રહે અને ઘર પરિવાર મળી રહે તે હેતુથી “સખી” વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે મૂકવામાં આવેલ હતા જેમાં બહેનને સાંત્વના આપી મહિલા અને બાળ અધિકારી રોહન ચૌધરી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પંકજ પટેલ ના માર્ગદર્શન હેઠળ “સખી” વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા અરજદાર બહેનની શારીરિક અને માનસિક સ્થિતિને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે તબીબી સારવાર અર્થે રાત્રે ૦૩:૧૦ એ ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે લઇ ગયેલ જેમાં ઝાયડસ હોસ્પિટલના ડોક્ટર દ્વારા તેમનું ચેકઅપ કરતા તેઓને તાત્કાલિક ધોરણે એડમિટ કરવાની જરૂર જણાવતા અરજદાર બહેનને ઝાયડસ હોસ્પિટલ ખાતે એડમિટ કરેલ ત્યારબાદ તેમનો પરિવાર શોધવા માટે ના પ્રયત્નો કરેલ જેમાં ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સંધ્યાબેન ભુરીયા ને જાણ કરી તેમને દરેક ગ્રુપોમાં બહેનની માહિતી મોકલવામાં આવી હતી સતત પ્રયત્ન થી પરિવારને અરજદાર બહેન ની માહિતી મળતા તેમનો પરિવાર આજરોજ તારીખ.૦૧.૧૨.૨૦૨૪ ના રોજ બહેનને લેવા માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે આવેલ છે તેઓ દ્વારા જણાવવામાં આવેલ કે તેમની માનસિક સ્થિતિ નાનપણથી અસ્વસ્થ હોવાથી તેઓ દ્વારા ઘણી વખત તેમની સારવાર કરાવવામાં આવી હતી પરંતુ અરજદાર બહેનને માનસિક રીતે કોઈ સુધાર આવેલ નથી અને અરજદાર બહેન ના બીજા ત્રણ ભાઈ-બેન હોવાથી અરજદાર બહેનના પરિવારમાં તેમને કઈ પણ આવકનું સાધન ન હોવાથી તેમની માતા બહાર ગામ મજૂરી માટે ગયેલ હોય તેથી તેઓ ઘરે તેમના દાદા-દાદી પાસે રહેતા હોય તેથી સાત દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલ અને ગુમ થઈ જતા તેઓ ચિંતામાં હતા અને આમ તેમ શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ કોઈ માહિતી મળેલ ન હતી ત્યારબાદ તેમને સંધ્યાબેન ભુરીયા દ્વારા બહેનની માહિતી આપતા તેઓ “સખી” વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે લેવા આવેલ છે તેમ જણાવેલ હતું ત્યારબાદ પરિવાર સાથે અરજદાર બહેનનું પુનઃ મિલન કરાવવામાં સફળ રહ્યા છીએ અને અરજદાર બહેન ના પરિવાર જનો એ ઝાયડસ હોસ્પિટલ તેમજ “સખી”વન સ્ટોપ સેન્ટર નો આભાર વ્યક્ત કરેલ છે




