તા. ૨૧. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રોટરી સેવા સંસ્થાન દ્વારા નિષ્ઠાપૂર્વક સેવાકાર્ય કરતા સમાજ સેવકો નુ કરાયેલ બહુમાન
દાહોદ. સામાજિક. શૈક્ષણિક.આરોગ્ય અને માનવસેવા લક્ષી સેવાકીય પ્રવૃત્તિ ઓ ની સુવાસ ફેલાવતી ” રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા સ્વાતંત્ર્ય પવૅ ની ઉજવણી અંતર્ગત સમાજ સેવા ના ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને નિષ્ઠાપૂર્વક નોંધપાત્ર સેવાકાર્ય કરતા સન્માનિત સજજનો પૈકી વોર્ડ નંબર એકના કાઉન્સિલર અને સમાજ સેવા માટે સદાય અગ્રેસર લક્ષમણભાઈ લાલાભાઈ રાજગોર તથા આદિવાસી સમાજ ના આગેવાન અને આદિવાસી સંસ્કૃતી ને ઉજાગર કરનાર રાજેષભાઈ લલકાભાઈ ભાભોર તેમજ માનવ સેવાના ભગીરથ કાર્ય રક્તદાન શિબિર નુ આયોજન તથા કેન્સર નિદાન કેમ્પનુ આયોજન કરનાર અબુઝરભાઈ છરછોડાવાલા(મરચાંવાલા) ને મહાનુભાવો ના હસ્તે સંસ્થા ના પ્રમુખ ડો.નરેશભાઈ ચાવડા તથા સંસ્થા ના હોદ્દેદારો દ્વારા સન્માન પત્ર એનાયત કરી ગૌરવશાળી સન્માન કરવામાં આવ્યું છે