
વડેલા ગામમાં પસાર થતા પાણીયા બાંડીબાર સ્ટેટ હાઇવે ઉપર મસ મોટા ખાડા પડવાથી જીવલેણ અકસ્માત સર્જાવાની સંભાવના છે. વડેલા ગ્રામ પંચાયત ઑફિસ પાસે આવેલા નાળા ઉપર પાણીયા બાંડીબાર સ્ટેટ હાઇવે ઉપર એક મોટો અને બે ત્રણ બીજા નાનાં ખાડા પડી ગયા છે.હાલ ચોમાસાની ઋતુ શરૂ થઈ ચૂકી છે.આથી આ ખાડાઓમાં પાણી ભરાવાથી વાહન ચાલકોને ખાડો કેટલો ઊંડો છે એની ખબર ના હોવાથી જીવલેણ અકસ્માત સર્જાય શકે તેમ છે. આ રોડનો સ્થાનિક જનતા ઉપરાંત સંજેલી,રંધીકપુર જેવા અતિદૂરના વિસ્તારના લોકો પણ નોકરી ધંધા અને ઑફિસ કામ માટે ઉપયોગ કરે છે.સદર સ્ટેટ હાઇવે ઉપર એમ.પી.,એમ.એલ. એ.,ઉપરાંત કલેક્ટર સાહેબથી માંડીને પ્રાંત ઓફિસર,મામલતદાર, ટી. ડી. ઓ સાહેબ જેવા જવાબદાર અધિકારીઓ પણ અવારનવાર પસાર થાય છે,છતાં પણ કોઈ અધિકારીઓના ધ્યાને આ ખાડા કેમ નથી આવતાં એ સ્થાનિક ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.કે પછી અહીં અકસ્માતમાં એક બે નાગરિકોના મૃત્યુ થાય પછી પગલાં લેવાશે. આ ઉપરાંત દિલ્હી મુંબઈ કોરિડોરનાં અંદરબ્રીજના કામકાજ દરમ્યાન બ્રિજ નીચે પાણીયા બાંડીબાર સ્ટેટ હાઇવે તોડી નાખવામાં આવ્યો છે તેથી સવાર સાંજ શાળા કોલેજ જતા આવતા બાળકોને પણ ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.હવે તંત્રને આંખેથી બંધાયેલા પતા ક્યારે ખુલશે અને રોડ ઉપર પડેલા ખડાનું રીપેરીંગ કામ ક્યારે થશે એતો હવે જોવું જ રહ્યું.





