GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જીલ્લા પોલીસ દ્વારા નવા કાયદાની લોકોને સમજ આપવા નવતર પ્રયોગ

MORBI:મોરબી જીલ્લા પોલીસ દ્વારા નવા કાયદાની લોકોને સમજ આપવા નવતર પ્રયોગ

 

 

મોરબી જીલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જાહેર જનતાને નવા કાયદાની સમજ આપવા માટે નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં ત્રણેય નવા કાયદા વિશે માહિતી મળે એ હેતુથી ઓડિયો, વીડિયો તથા ચિત્ર બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વીતિય તેમજ તૃતીય આવનારને રૂ.૨,૦૦૦ થી રૂ.૨૦,૦૦૦ સુધીના રોકડ ઈનામો આપવાનું નક્કી કરવામાં આવ્યું
જેમાં (૧) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ (૨) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ (૩) ભારતીય સાક્ષ્ય અધિનિયમ ૨૦૨૩ એમ ત્રણેય કાયદા ઉપર ઓડિયો, વીડિયો તેમજ ચિત્ર બનાવીને નીચે જણાવેલ ઈમેલ એડ્રેસ:-ab-sp-morbi@gujarat.gov.in ५२ તા.૦૬-૦૬-૨૦૨૫ થી ૧૫-૦૬-૨૦૨૫ સુધીમાં પોતાના નામ, મોબાઇલ નંબર તથા સરનામા સહીતની માહિતી મોકલી આપવાની રહેશે. તે જ માન્ય ગણાશે. આ સ્પર્ધામાં મોરબી જીલ્લાના સ્થાનિકો જ ભાગ લઇ શકશે.


તેમજ કોઈપણ વ્યક્તિ કોઈપણ એક જ કૃતિમાં એક જ ઈમેલ એડ્રેસથી ભાગ લઈ શકશે. ચિત્ર સ્પર્ધામાં પ્રથમ આવનારને રૂ.૫,૦૦૦, દ્વિતીયને રૂ.૩,૦૦૦, તૃતીયને રૂ.૨,૦૦૦ તથા ઓડિયો સ્પર્ધામાં પ્રથમ આવનારને રૂ.૧૫,૦૦૦, દ્વિતીયને રૂ.૧૦,૦૦૦, તૃતીયને રૂ.૫,૦૦૦ તથા વીડિયો સ્પર્ધામાં પ્રથમ આવનારને રૂ.૨૦,૦૦૦, દ્વીતિયને રૂ.૧૫,૦૦૦, તૃતીયને રૂ.૧૦,૦૦૦ ઇનામ આપવામાં આવશે.ઉકત સ્પર્ધાનું પરીણામ તા.૨૦-૦૬-૨૦૨૫ના રોજ મિડીયા માધ્યમથી જાહેર કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!