દાહોદ/ફતેપુરા, તા. ૨૯
દાહોદ: ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં યુવાનોને રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે “સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” નું આયોજન કરવા આહ્વાન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે, દાહોદ લોકસભા વિસ્તારના ફતેપુરા તાલુકામાં સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે.
આ ખેલ મહોત્સવના પ્રારંભ પ્રસંગે મોટી સંખ્યામાં રમતવીરો, યુવાનો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવ થકી યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ આવે અને તેઓ રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવા સક્ષમ બને તેવો હેતુ છે.
શુભારંભ દરમિયાન, ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રમતવીરોને ઉદ્બોધન કરીને તેમને ઉત્સાહભેર રમતોમાં ભાગ લેવા અને ખેલદિલી પૂર્વક રમવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ મહોત્સવ દ્વારા ગ્રામ્ય સ્તરની પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડવાનો અને ફિટ ઇન્ડિયા અભિયાનને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આગામી દિવસોમાં ફતેપુરા તાલુકાના વિવિધ ગામોમાંથી પ્રતિભાશાળી યુવાનો વિવિધ રમતોમાં પોતાની કલાનું પ્રદર્શન કરશે.
અહેવાલ કમલેશભાઈ બારીઆ