DAHODDAHOD CITY / TALUKO

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શશી ધન ડે સ્કૂલમાં બાળકો માટે સમર કેમ્પનું આયોજન

તા.૧૯.૦૫.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શશી ધન ડે સ્કૂલમાં બાળકો માટે સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું, બાળકોના સર્વાંગી વિકાસ માટે આ સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું

સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળુ વેકેશનના પ્રારંભે આયોજિત આ કેમ્પમાં આશરે 50 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.બાળકોના સર્વાંગી વિકાસ અને મનોરંજન માટે આયોજિત આ કેમ્પમાં સ્કેટિંગ,કરાટે, યોગા, મેડીટેશન, એરોબિક્સ અને ડાન્સ સહિત સ્વીમીંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આઉટડોર-ઈન્ડોર સ્પોર્ટ્સ અને આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવી હતી. કેમ્પનું મુખ્ય આકર્ષણ ‘સ્વિમિંગ’ હતું. ધોમધખતા તાપમાં બાળકોએ સંગીતના તાલે પાણીની છોળો માં આનંદ માણ્યો હતો.દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ના હોદ્દેદારો ના માર્ગદર્શન હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને મુલાકાત લઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને આકર્ષક ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમર કેમ્પ નો મુખ્ય હેતુ બાળકોને મોબાઈલ થી દૂર રાખી શારીરિક રમત-ગમત અને મેડીટેશન અને યોગા નવી કલાઓ શીખવવાનો છે.આ આયોજનને સફળ બનાવવા સમર કેમ્પ કન્વીનર રાજ કાપડિયા સહિત તેમની ટીમ અને દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ના પ્રયાસો દ્વારા આ સંકય બન્યું હતું . વાલીઓ તરફથી પણ આ કેમ્પને સારો પ્રતિસાદ મળ્યો છે.

Back to top button
error: Content is protected !!