GUJARAT

પ્રવાસન સ્થળોને કાર્બન ઉત્સર્જનથી બચાવવા એકતાનગર ખાતે ટુર ઓપરેટરોમાં થયું મંથન*

*પ્રવાસન સ્થળોને કાર્બન ઉત્સર્જનથી બચાવવા એકતાનગર ખાતે ટુર ઓપરેટરોમાં થયું મંથન*
—-
*તજજ્ઞોના વિચારમંથનથી ગુજરાત બનશે ટોચનું એડવેન્ચર ડેસ્ટિનેશન*
—–
*એટોઆઈ અને ગુજરાત ટુરિઝમના દ્વારા આયોજિત વાર્ષિક અધિવેશનમાં પર્યાવરણ સંરક્ષણ વિશેષ પ્રાધાન્ય*
—–
રાજપીપલા, સોમવાર :- એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ૧૫ માં વાર્ષિક અધિવેશનના બીજા દિવસે સાહસિક પ્રવાસન સ્થળોને વિકસાવવા અને કાર્બન ઉત્સર્જનથી બચાવવા અંગે ટુર ઓપરેટરો દ્વારા મહત્વપૂર્ણ મનોમંથન થયું હતું. સાહસિક પ્રવાસનને સુરક્ષિત, વેગવાન અને પર્યાવરણહિતેષી બનાવવા માટે તજજ્ઞો દ્વારા મહત્વપૂર્ણ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય પ્રવાસન સચિવશ્રી અરવિંદ સિંહે જણાવ્યું કે, એડવેન્ચર ટુરિઝમ એક સ્વીટ સ્પોટ છે. પ્રવાસન ક્ષેત્રના વિકાસથી ભારતીય અર્થતંત્ર ગતિશીલ બન્યું છે. પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે ગ્લોબલ દ્રષ્ટિકોણ અપનાવીને ટુરિઝમનો વ્યાપ વધારવા પરિણામલક્ષી પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કોરોના બાદ નવા ડેસ્ટિનેશનો ખાતે પર્યટકોનો જમાવડો વધ્યો છે. ત્યારે પર્યટકોને સુરક્ષિત વેરાઈટી એડવેન્ચર પ્રદાન કરવા કેન્દ્ર-રાજ્ય સરકાર સહિત ટુરિઝમ ઇન્ડસ્ટ્રીની સંયુક્ત ભાગીદારી મહત્વપૂર્ણ બની રહેશે.

તેઓએ વધુમાં ઉમેર્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થયું છે. જ્યાં સ્થાનિક આદિવાસીઓ માટે રોજગારીની નવી તકો ઉભી થઈ છે. એડવેન્ચર પ્રવાસનને વેગ આપવા સ્ટાન્ડર્ડ સેફ્ટી અને ગુણવત્તાયુક્ત સુવિધાઓ જરૂરી છે. વધુમાં સ્ટાફનું સ્કીલ ડેવલપમેન્ટ પણ એટલું જ મહત્વનું છે. ગુજરાત પ્રવાસન પર વિશેષ પ્રાધાન્ય આપી રહ્યું છે ત્યારે ગ્લોબલ એંગેજમેન્ટ પણ અર્થતંત્રને મજબુતી પ્રદાન કરવાનું મહત્વનું પાસુ છે.

એટોઆઈના પ્રમુખશ્રી અજીત બજાજે પણ આ પ્રસંગે જણાવ્યું કે, આજે વિશ્વ ગ્લોબલ વોર્મિંગ સામે ઝઝુમી રહ્યું છે. પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટે રિડ્યુઝ, રિયુઝ અને રિસાયકલ – ૩R મહત્વપૂર્ણ છે. પર્યાવરણમાં આવેલા અસાધારણ બદલાવને સંતુલિત કરવા માટે ટૂર ઓપરેટ્સની ભૂમિકા મહત્વની રહેશે. હિમાલયમાં આવેલા લેન્ડલોક એ કાર્બન નેગેટિવ દર્શાવે છે માટે કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે માનવીના જીવનશૈલીમાં બદલાવ લાવી પર્યાવરણનું સંરક્ષણ કરવું એ સમયની માગ છે.

પ્રિઝર્વિંગ ધ યુએસપી વાઇલ મેનેજિંગ રિસ્ક વિષય પર પોતાના મંતવ્યો સભા સમક્ષ રજૂ કરતા પ્રવાસન ઇન્ડસ્ટ્રીઝના શ્રી સાંતાનુ પંડિત અને શેખર બાબુ જણાવે છે કે, આ એક અદભૂત અધિવેશન છે. એડવેન્ચર ટુરિઝમને વેગવાન બનાવવા માટે આઉટડોર પ્રવૃતિ માટે વિવિધ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ થકી બાળકો, યુવાનો, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સાંકળી વોલેન્ટીયર વર્ક જરૂરી છે. પર્યાવરણહિતેષી ટુરિઝમ બિઝનેસને પ્રોત્સાહિત કરવા માટે પર્યટકોની સુરક્ષા, ગુણવત્તાયુક્ત અનુભવ માટે સૌની સહભાગીદારી મહત્વપૂર્ણ છે.

ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા શ્રી જયદીપ બંસલે પ્રેઝન્ટેશનના માધ્યમથી ઉપસ્થિતોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીને પર્યાવરણના જતન માટે સંકલ્પબધ્ધ થવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ટેન્ટ સીટી – ૨ ખાતે યોજાયેલી આ સભામાં કાપડ અને કાચની વસ્તુઓના ઉપયોગને પ્રાધાન્ય આપીને ૧૫૦૦૦ થી વધુ પ્લાસ્ટિક બોતલોને નકારીને ‘નો પ્લાસ્ટિક વેસ્ટ’ નું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. રોજિંદા જીવનમાં જરૂરિયાત મુજબ એનર્જીનો ઉપયોગ કરવા પણ શ્રી બંસલે અનુરોધ કર્યો હતો.

ટ્રાવેલ જીવનનો એક ભાગ છે ત્યારે પ્રવાસન દરમિયાન પર્યાવરણનું જતન કરવાની જવાબદારી પ્રત્યેકની છે. જે અંગે તજજ્ઞો દ્વારા પર્યાવરણીય ટકાઉપણું અને ઇકોસિસ્ટમનું રક્ષણ કરીને સસ્ટેનેબલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા, કાર્બન ઉત્સર્જનને ઘટાડીને કાર્બન ફુટપ્રિન્ટને સંતુલિત કરવા અંગે પણ સભામાં સૌને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. વધુમાં ફ્યુલ અને એનર્જી સેવિંગ તેમજ લોઅર કાર્બન ટ્રાન્પોર્ટના વિકલ્પો, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને વોકિંગ-સાયકલિંગ આધારિત ટ્રિપ્સને પ્રોત્સાહન આપવા, સૌર વિદ્યુતીકરણમાં વધારો કરીને કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે કરાયેલા પ્રયાસોને તજજ્ઞોએ બિરદાવ્યા હતા.

તજજ્ઞોએ વધુમાં પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડીને એનર્જીનો પુનઉપયોગ કરીને પર્યાવરણ સંરક્ષણ માટે માર્ગદર્શિત કર્યા હતા. વધુમાં પર્યટન સ્થળોએ માનવીય અભિગમ અપનાવીને વન્યજીવો સાથેના વ્યવહારને સુનિશ્ચિત કરવા અંગે પણ ટૂર ઓપરેટરો દ્વારા અનુરોધ કરાયો હતો. આ તકે વિવિધ રાજ્યના પ્રવાસન વિભાગ, પ્રવાસન ઇન્ડસ્ટ્રીઝના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

૦૦૦

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!