DAHOD

દાહોદ દેલસર ગામમાં રાત્રીના સમયે વીજ પૂરવઠો બંધ તથાં ગ્રામ જનો મોટી સંખ્યામાં ગલાલીયાવાડ વિસ્તારની MGVCL ઓફિસ પર પહોંચ્યા 

તા.૨૫.૦૯.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ દેલસર ગામમાં રાત્રીના સમયે વીજ પૂરવઠો બંધ તથાં ગ્રામ જનો મોટી સંખ્યામાં ગલાલીયાવાડ વિસ્તારની MGVCL ઓફિસ પર પહોંચ્યા

 

આજરોજ બુધવાર ૯ કલાકે વાત કરીયેતો છેલ્લા એક વર્ષથી ડેલસર અને ગલાલીયાવાડ વિસ્તારના ગ્રામ જનો અચાનકજ અને કોઈ કારણો સર અચાનકજ વીજ પૂરવઠો કલાકો સુધી બંધ કરી દેતા જેના કારણે ગ્રામ જનો હેરાન પરેશાન થઈ રહ્યા છે ગ્રામ જનો દ્વારા જણાવ્યા અનુસાર દેલસર અને ગલાલીયાવાડ ફીડરમાં એકજ લાઈન છે.જયારથી ગલાલીયાવાડ માં વીજ લાઈન જોઈન્ટ થઈ છે. ત્યારથી ગ્રામ જનો અચાનકજ વીજ પૂરવઠો બંધ થઈ જતા ગ્રામ જનો હેરાન પરેશાન થઈ રહ્યા છે ખાસ કરીને લાઈટો બંધ થઈ હોવાનું કારણ જાણવા મળતા ગ્રાહક MGVCL ઓફિસે ફોન કરે છે. ત્યારે ગ્રાહકોને કંપ્લેન સાંભળવાં માટે ઓફિસ પર બેઠેલો ઓપરિટર ફોન ઉપાડતો નથી.અને ગ્રામ જનોના જણાવ્યા અનુસાર ઓપરેટર દારૂ પીધેલી હાલતમાં હોય છે.જયારે પણ ફોન લગાવ્યે છે એનુ ફોન વેસ્ત આવે છે. અને

લાઈટો કોઈ પણ સમયે બંધ થઈ જતા ચોરોનું પણ ત્રાસ વધી ગયો છે.જેને લઈ ગ્રામજનો મોટી સંખ્યામાં ગલાલીયાવાડની MGVCL કચેરી ખાતે પહોંચી હોબાળો કરતા વીજ પૂરવઠો તાત્કાલિક શરૂ કરતા સવાલો ઉભા થયા હતા.જેને લઈ આ બાબતને ઘટતી કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ગ્રામ જનો દ્વારા કરવામાં આવી છે

Back to top button
error: Content is protected !!