
તા.૧૩.૦૩.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:માર્ગ અને મકાન વિભાગ દાહોદ જિલ્લાના કાર્ય પાલક ઇજનેર દ્વારા નદીઓના બ્રિજ ના રિપેરિંગ કામ માં ભ્રષ્ટાચાર જોવા મળ્યો
હિમાની બેન શાહ કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગ અને મકાન વિભાગ દાહોદ નાઓ નાયબ કાર્યપાલક ઇજનેર થી લઈ આજ દિન સુધી કાર્યપાલક ઇજનેર તરીકે ઘણા લાંબા વર્ષોથી પ્રમોશન લઈ દાહોદ જિલ્લાના આદિવાસી બહુલ્ય વસ્તી ધરાવતા વિસ્તારમાં ભારત સરકાર અને રાજ્ય સરકારશ્રીની મહત્વકાંક્ષી જિલ્લામાં નવીન વિકાસના કામોની અબજો રૂપિયાની ગ્રાન્ટો બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે .જેમાં લીમડી ચાકલીયા અનાસ નદી બ્રીજ, લીમડી ચાકલિયા ખારવા બ્રિજ , લીમડી ચાકલિયા કાલી બ્રીજ , કચુંબર વાકોલ માછણ નદી બ્રિજ આ તમામ બ્રિજ ના મેન્ટેનન્સ ના ખર્ચાઓ કરી કરોડો રૂપિયા ચાઉ કરેલ હોય તેવું લોક મુખેથી સાંભળવા મળ્યું છે.સદર કાર્યપાલક ઇજનેર હિમાની શાહ ને દાહોદ જિલ્લાના વિકાસમાં કોઈપણ પ્રકારનો રસ નથી અને ગ્રાન્ટો વિકાસના કામોમાં વપરાયા વગર પરત ( લેફ્ટ ) રાજ્ય સરકારશ્રી માં પરત થાય છે. આવા બીન જવાબદાર અધિકારીની મધ્ય ગુજરાતના આદિવાસી જિલ્લાઓ સિવાય સરકારશ્રીના બિન કાર્યક્ષમ વિભાગમાં બદલી કરવા માટે સ્થાનિક જનતામાં તેઓના વિરોધમાં ભારે રોષ છે. તેમ જ હાલમાં ચાલતા વિકાસના કામોમાં સ્થળ નિરીક્ષણ કે કામોની ગુણવત્તા બાબતે તપાસ કરતા નથી અને વર્ગ-૪ ના કર્મચારીઓને સાઈડ કામો મા સુપર વિઝન માટે મોકલી સરકારના વહીવટને લાંછન લાગે તેવા પ્રકારના કામો કરેલ છે.તો આ બાબતે રાજ્ય સરકારે થર્ડ પાર્ટી તપાસ કરાવી હિમાની બેન શાહ કાર્યપાલક ઇજનેર શ્રી દાહોદના સમય કાળ દરમિયાનના દાહોદ જિલ્લાના તમામ તાલુકા કક્ષાના હલકી કક્ષાના બાંધકામ કરેલ કામોની તેમજ પુલના મેન્ટેનન્સના કામોમાં કરોડો રૂપિયાના સરકારશ્રીના ખોટા ખર્ચા કરી ગ્રાન્ટો ચાઊ કરેલ હોય જેની તપાસ તટસ્થ અને ન્યાયિક અધિકારી પાસે કરાવવા લોકમાંગ ઉઠી છે.આવનાર સમયમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન થવાની ચીમકીઓ ઉચ્ચારાય છે. આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવા ભ્રષ્ટાચારી અધિકારીની સરકારશ્રીને લાંછન લાગે તેવું જોવાય રહેલ છે





