DAHOD
દાહોદ ની લીમડાબરા પ્રાથમિક શાળા ના શિક્ષિકા સરોજબેન બારડ ને પ્રતિભાશાળી શિક્ષક નો એવોર્ડ આપી સન્માનિત કરાયા

તા. ૧૬. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ની લીમડાબરા પ્રાથમિક શાળા ના શિક્ષિકા સરોજબેન બારડ ને પ્રતિભાશાળી શિક્ષક નો એવોર્ડ આપી સન્માનિત કરાયા
ગુજરાત રાજ્ય શિક્ષણવિભાગ દ્વારા ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ , નાવિન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્રે યોગદાન સહિત ની શૈક્ષણિક શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રતિભાશાળી શિક્ષક તરીકે લીમડાબરા મુખ્ય પ્રાથમિક શાળા ના શિક્ષિકા સરોજબેન બારડ ની પસંદગી થઈ હતી અને આજે સ્વતંત્રતા પર્વ ની ઉજવણી સમયે સરપંચ, સીઆરસી, આચાર્ય સહિત ના મહાનુભાવો ના હસ્તે સરોજબેન બારડ ને પ્રતિભાશાળી શિક્ષક તરીકે નો એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા આવનારા સમય માં આ શિક્ષિકા પોતાની આવડત, સમજણ અને તેમની શક્તિ નો શૈક્ષિણક ક્ષેત્રે બાળકો ના હિત માં અને સામાજિક ક્ષેત્રે લાભ મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી



