DAHODDEVGADH BARIA

દેવગઢ બારીઆમાં ગેરકાયદે રેતી ખનન પર તંત્રનો સપાટો: 1 હીટાચી મશીન, 10 ટ્રક જપ્ત; 2 કરોડનો મુદ્દામાલ કબજે

તા.૦૪.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Bariya:દેવગઢ બારીઆમાં ગેરકાયદે રેતી ખનન પર તંત્રનો સપાટો: 1 હીટાચી મશીન, 10 ટ્રક જપ્ત; 2 કરોડનો મુદ્દામાલ કબજે

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆમાં પાનમ નદીમાંથી ગેરકાયદે રેતી ખનન સામે ખાણ-ખનિજ વિભાગે કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં એક હીટાચી મશીન અને દસ ઓવરલોડ રેતી ભરેલા ટ્રક જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત આશરે 2 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.દાહોદ જિલ્લામાં ખનિજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિઓ વધી રહી હતી. ખાસ કરીને દેવગઢ બારીઆ વિસ્તારમાંથી પસાર થતી પાનમ નદીના પટમાં રાત્રિના સમયે મોટા પાયે રેતી ચોરી થતી હોવાની ફરિયાદો સ્થાનિક સ્તરેથી મળી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને ખાણ-ખનિજ વિભાગે તપાસ હાથ ધરી હતી.ખાણ-ખનિજ વિભાગની ટીમે મોજે-બૈણા પાનમ નદીપટ વિસ્તારમાં દરોડો પાડી સાદી રેતીનું ગેરકાયદેસર ખનન કરતા એક હીટાચી મશીનને ઝડપી પાડ્યું હતું. આ ઉપરાંત, બારીયા-પીપલોદ રોડ પરથી સાદી રેતીનું ગેરકાયદેસર અને ઓવરલોડ વહન કરતા દસ ટ્રકોને પણ પકડી પાડવામાં આવ્યા હતા. તંત્રની આ આકસ્મિક કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. દાહોદ જિલ્લામાં ખનિજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિઓ વધી રહી હતી. ખાસ કરીને દેવગઢ બારીઆ વિસ્તારમાંથી પસાર થતી પાનમ નદીના પટમાં રાત્રિના સમયે મોટા પાયે રેતી ચોરી થતી હોવાની ફરિયાદો સ્થાનિક સ્તરેથી મળી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને ખાણ-ખનિજ વિભાગે તપાસ હાથ ધરી હતી.ખાણ-ખનિજ વિભાગની ટીમે મોજે-બૈણા પાનમ નદીપટ વિસ્તારમાં દરોડો પાડી સાદી રેતીનું ગેરકાયદેસર ખનન કરતા એક હીટાચી મશીનને ઝડપી પાડ્યું હતું. આ ઉપરાંત, બારીયા-પીપલોદ રોડ પરથી સાદી રેતીનું ગેરકાયદેસર અને ઓવરલોડ વહન કરતા દસ ટ્રકોને પણ પકડી પાડવામાં આવ્યા હતા. તંત્રની આ આકસ્મિક કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

Back to top button
error: Content is protected !!