DAHODDAHOD CITY / TALUKO

દાહોદ જિલ્લામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. ૨૪ જૂનના રોજ યોજાશે

તા.૦૪.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. ૨૪ જૂનના રોજ યોજાશે

દાહોદ જિલ્લામાં જૂન – ૨૦૨૬ નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા. ૨૪.૦૬.૨૦૨૬ ને બુધવારના રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. જેમાં જિલ્લા કલેકટરસુ સુરભી ગૌતમ ઝાલોદ ખાતે, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા ફતેપુરા, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા લીમખેડા તેમજ પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈન ધાનપુર ખાતેના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અન્ય તાલુકાનાં સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ ના અધિકારીઓ સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. તાલુકા સ્વાગત માટે જાહેર જનતાને સર્વિસ મેટર, નીતિ વિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજૂઆત, જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઈલ નંબર સાથે તા.૧૦.૦૬.૨૦૨૬ સુધીમાં સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધીત તલાટી કમ મંત્રીને રજૂ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે

Back to top button
error: Content is protected !!