નરેશપરમાર કરજણ
કરજણના વિરજય કોટના ગામની તલાવડી માં ડૂબી જવાથી યુવાનનું મોત
કરજણ તાલુકાના વિરજય કોટના ગામે તલાવડી નાળામાંથી મૃતદેહ મળ્યો
કરજણ તાલુકાના વિરજય (કોટના )ગામ ખાતે પાણી ભરેલી તલાવડી માં વ્યક્તિ (નામે : સનાભાઇ સોમાભાઈ રાઠોડિયા ઉંમર અંદાજિત 40 વર્ષ)પડી જવાની શંકાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કરજણ ફાયર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરતા તલાવડી માં બનેલ નાળા ની અંદર ડેડ બોડી મળતા ફાયર વિભાગની ટીમ તેમજ સ્થાનિકો ની મદદ થી લાશ બહાર કાઢી પોલીસ ની હાજરીમાં સરપંચશ્રી ને સોંપેલ છે.