DAHODDEVGADH BARIA

દેવગઢબારિયા શહેરના માનસરોવર તળાવમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ દ્વારા ગંદુ પાણી છોડવામાં આવતા નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી

તા.૩૦.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

દે. Bariya :દેવગઢબારિયા શહેરના માનસરોવર તળાવમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ દ્વારા ગંદુ પાણી છોડવામાં આવતા નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રોજબરોજ તળાવમાં ગંદા પાણીની ભેળસેળ થતી હોવાથી તળાવનું કુદરતી સૌંદર્ય બગડી રહ્યું છે તેમજ પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થયું છે.સ્થાનિક લોકો જણાવે છે કે ગંદા પાણીના કારણે તળાવમાંથી દુર્ગંધ આવવા લાગી છે અને પાણી પ્રદૂષિત બનતું જઈ રહ્યું છે. માનસરોવર તળાવ ધાર્મિક, પર્યાવરણીય તથા જાહેર મહત્વ ધરાવતું સ્થળ હોવા છતાં તેની યોગ્ય સંભાળ લેવામાં ન આવતા લોકોમાં રોષ વધતો જાય છે.આ મુદ્દે નાગરિકોએ દેવગઢબારિયા નગરપાલિકા સમક્ષ ખાસ નોંધ લઈ તાત્કાલિક તપાસ કરવામાં આવે તેમજ સંબંધિત વિભાગને ગંદુ પાણી છોડવાનું તરત બંધ કરાવવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠાવી છે. સાથે સાથે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે પગલાં ભરે છે અને માનસરોવર તળાવને પ્રદૂષણથી બચાવવા માટે શું કાર્યવાહી કરે છે.

Back to top button
error: Content is protected !!